For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલા-સાસણના 14 રિસોર્ટ-ફાર્મ હાઉસમાં જીએસટીના દરોડા

03:54 PM Jun 13, 2024 IST | admin
તાલાલા સાસણના 14 રિસોર્ટ ફાર્મ હાઉસમાં જીએસટીના દરોડા
Advertisement

મોટા પાયે અન્ડર બિલિંગ ઝડપાયું, અમૂકમાં તો બિલ વગર જ રૂમો ભાડે આપી દેવાયા હોવાનું ખૂલ્યું

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ હવે સરકારના વિભાગો સક્રિય થયા છો અને આચારસંહિતાના કારણે ઠપ્પ થયેલો દરોડા સહિતનો સરકારી વહિવટ પાટે ચડયો છે. તાજેતરમાં રાજયભરના આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાંથી કરોડોની કરચોરી ઝડપી લીધા બાદ આજે તાલાલા-સાસણ ગીરમાં આવેલા 14 જેટલા રિસોર્ટ અને ફાર્મહાઉસ ઉપર જીએસટીની ટુકડીઓએ દરોડા પાડતા ફફડાટની લાગણી ફેલાયેલ છે.

Advertisement

રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડ બાદ કલોઝર નોટિસોનો સામનો કરતા હોટેલ-રિસોર્ટ માલિકોને ત્યાં આજે સવારથી જીએસટીનો કાફલો મહેમાન બન્યો હતો અને જીએસટી ચોરી અંગે તપાસ હાથ ધરી છે.
આ તપાસ દરમિયાન ફાર્મ હાઉસોમાં હોમસ્ટેના ચાલતા રિસોર્ટસમાં મોટા પાયે અન્ડર બીલીંગ થતુ હોવાનું તેમજ અમૂક સ્થળે તો બીલ વગર જ રોકડા રૂપિયા લઇ બારોબાર રૂમ ભાડે આપી દેવામાં આવતા હોવાનું ખૂલ્યુ છે.
ગીર સોમનાથ જિલ્લામાં GSTના દરોડા પડ્યા છે. જેમાં તાલાળામાં 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં દરોડા પાડતા વિવિધ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાસણ, ભોજદે, હરિપુર, બોરવાવના રિસોર્ટમાં દરોડા પડ્યા છે. અલગ-અલગ ટીમો બનાવી ૠજઝની તપાસ શરૂૂ કરાઇ છે. જેમાં મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવે તેવી શક્યતા છે.

તાલાલા પંથકના 14 રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં જીએસટીનાં દરોડા પડ્યા છે. જેમાં 30થી વધુના સ્ટાફે તપાસ હાથ ધરી છે. તેમાં 2 દિવસ કાર્યવાહી ચાલુ રહેશે જેમાં જીએસટી રાજકોટ વિંગનો સપાટો સામે આવ્યો છે. તાલાલા તેમજ સાસણ, ભોજદે, હરિપુ2, બો2વાવ સહિતના ગીર વિસ્તારમાં આવેલ રિસોર્ટ ફાર્મ હાઉસમાં દરોડા પડ્યા છે. 5-5 અધિકારીની ટીમ બનાવી જીએસટી અંગે તપાસણી હાથ ધરી છે. આ દરોડાઓ માટે રાજકોટ અને ગાંધીનગરથી પણ જીએસટીના સ્ટાફને જૂનાગઢ બોલાવાયો હોવાનું જાણવા મળે છે.
અગાઉ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટેટ GSTવિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરતા આઈસ્ક્રીમ, જ્યૂસ, ભજીયા અને પીઝાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂૂપિયાની ટેક્સ ચોરી GSTવિભાગના ધ્યાને આવી હતી. અધિકારીઓએ તપાસ કરતા આ વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ થયો હતો.

સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, 47 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા. તપાસ દરમ્યાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂૂ. 6.75 કરોડ, પિઝાના રૂૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂૂ.40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement