For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યભરમાં 15 મોટા વોટરપાર્કમાં GSTના દરોડા, 57 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

06:54 PM Jun 08, 2024 IST | Bhumika
રાજ્યભરમાં 15 મોટા વોટરપાર્કમાં gstના દરોડા  57 કરોડનાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા
Advertisement

રાજ્યમાં વધુ એકવાર GST વિભાગે તવાઈ બોલાવી છે. રાજ્યનાં 15 મોટા વોટરપાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી. આ તપાસમાં અંદાજે 57 કરોડથી વધુનાં સંદિગ્ધ વ્યવહારો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિંમતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટ ખાતેના ૧૫ વોટરપાર્કના 27 સ્થળો પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અંદાજે 57 કરોડથી વધુનાં સંદિગ્ધ વ્યવહારો મળી આવ્યા છે

Advertisement

અમદાવાદમાં ફલેમીંગો વોટરપાર્ક એન્ડ રીસોર્ટ, 7એસ વોટરપાર્ક એન્ડ એડવેન્ચર, જલધારા વોટરવલ્ડ, સ્વપન સૃષ્ટી વોટર પાર્ક તો હિંમતનગમાં વોટરવીલે વોટરપાર્ક અને સુસ્વા વોટરપાર્ક જયારે મહેસાણામાં બ્લીસ એક્વા વોટર રીસોર્ટ, અને શ્રી ગણેશા ફનવલ્ડ તો રાજકોટમાં વોટરવેલી રીસોર્ટ પ્રા લી, એકવાટીક વોટરપાર્ક, ધી હેવન વોટર રીસોર્ટ એન્ડ રેસ્ટોરંટ અને ધી સમર વેવ્સ વોટર્પાક અને બનાસકાઠામાં શીવધારા રીસોર્ટ અને ખેડમાં વોટરસીટી વોટરપાર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement