For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GST એન્ફોર્સમેન્ટ તંત્રએ 30 લાખથી વધુની ચોરી ઝડપી

12:26 PM May 03, 2024 IST | Bhumika
gst એન્ફોર્સમેન્ટ તંત્રએ 30 લાખથી વધુની ચોરી ઝડપી
Advertisement

આચાર સંહિતાના પગલે ખાનગી બસોમાં વ્યાપક ચેકિંગ : સોયલ ટોલનાકા નજીક જૂનાગઢની એન્ફોર્સમેન્ટની સ્ક્વોડે કર્યુ ચેકિંગ

Advertisement

જામનગર સહિત રાજ્યભરમાં હાલ ચૂંટણી આચારસંહિતાને પગલે પોલીસ સહિતના વિવિધ તંત્રો દ્વારા ધોરીમાર્ગો પર વાહનોની ચકાસણીઓ સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીઓ કરવાની જવાબદારીઓ જીએસટી તંત્રને પણ સોંપવામાં આવી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર સહિત રાજ્યભરમાં ગત 16મી માર્ચથી લોકસભા ચૂંટણીઓ માટેની આચારસંહિતા અમલમાં આવતાં સરકારના વિવિધ તંત્રોને વાહનોના ચેકિંગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ પ્રકારની જવાબદારીઓ જૂનાગઢ જીએસટી તંત્રની મોબાઇલ સ્કવોડને પણ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે, જો કે સતાવાર રીતે જૂનાગઢ કચેરીએ આ અંગે કશી વિગતો આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

પરંતુ અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, પાછલાં એક સવા મહિના દરમિયાન આ મોબાઇલ સ્કવોડ સાથે સંકળાયેલા અધિકારીઓએ જામનગર-રાજકોટ રોડ પર આવેલ સોયલ ટોલ નાકા આસપાસના વિસ્તારમાં ટ્રાવેલ્સની વિવિધ બસોનું ચેકિંગ કરી જુદાંજુદાં ધંધાર્થીઓને રૂૂ. 30 લાખથી વધુનો દંડ કર્યો હોવાનું ધંધાર્થી વર્તુળોમાંથી જાણવા મળે છે. જીએસટી એન્ફોર્સમેન્ટ સ્કવોડ (જૂનાગઢ)દ્વારા સૂચનાઓના અનુસંધાને ટ્રાવેલ્સની બસોમાં કોઈ ચૂંટણીલક્ષી ચીજોની હેરાફેરી થતી હોય તો તે ઝડપી લેવા અને આવી ગેરકાનૂની હેરાફેરી અટકાવવા આ કાર્યવાહીઓ કરવામાં આવી હતી.

આ ચેકિંગ દરમિયાન નંદ, ડિસ્કવરી અને સમય ટ્રાવેલ્સ સહિતના વિવિધ ટ્રાવેલ્સની બસો ચેક થઈ હોવાનું ધંધાર્થી સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ચૂંટણીઓના સમયમાં ગેસના ચૂલા, નશાકારક પીણાં અને ગેરકાયદેસર રીતે રોકડની હેરાફેરીના કૃત્યો આચરવામાં આવતાં હોય છે. સમગ્ર રાજયમાં આ પ્રકારના કૃત્ય અટકાવવા વિવિધ તંત્રના સરકારી અધિકારીઓને આ પ્રકારની ચૂંટણીલક્ષી કાર્યવાહીઓ અને કામગીરીઓ સોંપવામાં આવતી હોય છે. જો કે જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની જવાબદારીઓ સંભાળતી જીએસટી તંત્રની જૂનાગઢ કચેરીએ આ કામગીરીઓ અંગે સત્તાવાર વિગતો આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement