સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

GST કાઉન્સિલની બેઠક, ઓનલાઇન ગેમિંગ, ખાતર પર ટેક્સની ચર્ચા

05:29 PM Jun 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આઠ માસ બાદ નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષસ્થાને બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ જોડાયા

નરેન્દ્ર મોદી સરકારની હેટ્રિક બાદ પ્રથમ જીએસટી કાઉન્સિલની બેઠક આજે શનિવારે યોજાઇ રહી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવા અને ખાતર પર ટેક્સ ઘટાડવા અંગે સંસદીય સમિતિની ભલામણ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. 8 મહિના પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો પણ ભાગ લેશે.

આ બેઠકમાં કાઉન્સિલના અગાઉના નિર્ણયોના આધારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દરને તર્કસંગત બનાવવા અને જીએસટી કાયદામાં સુધારા અંગેના અહેવાલને અંતિમ સ્વરૂૂપ આપવા માટે રચાયેલા પ્રધાનોના જૂથ (જીઓએમ) ની પ્રગતિ અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.કાઉન્સિલ ખાતર કંપનીઓ અને ખેડૂતોના હિતમાં પોષક તત્ત્વો અને કાચા માલ પર જીએસટી ઘટાડવા ફેબ્રુઆરીમાં રસાયણ અને ખાતર અંગેની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર પણ ચર્ચા કરી શકે છે. હાલમાં, ખાતરો પર પાંચ ટકાના દરે જીએસટી લાગે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયા જેવા કાચા માલ પર 18 ટકાના ઊંચા દરે ટેક્સ લાગે છે.

કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે બેટ્સના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા જીએસટી લાદવાના નિર્ણયની સમીક્ષા કરી શકે છે.તેની જુલાઈ અને ઓગસ્ટની બેઠકોમાં, જીએસટી કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને કરપાત્ર દાવાઓ તરીકે સમાવવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. આ નિર્ણય પછી, નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન 1.12 લાખ કરોડ રૂૂપિયાથી વધુની જીએસટી ચોરીના આરોપમાં ઑનલાઇન ગેમિંગ કંપનીઓને 70 થી વધુ નોટિસ જારી કરવામાં આવી છે.

તેમાંથી ઘણી કંપનીઓ નોટિસ વિરુદ્ધ કોર્ટમાં ગઈ છે.કોર્પોરેટ ગેરંટીના સંદર્ભમાં, કાઉન્સિલ કંપનીઓ દ્વારા તેમની પેટાકંપનીઓને આપવામાં આવેલી ગેરંટી પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની પણ સમીક્ષા કરી શકે છે. આ ઉપરાંત, જીએસટી કાઉન્સિલ દરોના તર્કસંગતકરણ પર જીઓએમને રિપોર્ટ સબમિટ કરવા માટે સમય મર્યાદા નક્કી કરી શકે છે. છેલ્લા એક વર્ષમાં જીઓ એમની બે વખત પુન:રચના કરવામાં આવી છે અને હવે તેનું નેતૃત્વ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કરી રહ્યા છે.

સ્પેક્ટ્રમ અંગે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, GSTકાઉન્સિલ સ્પષ્ટતા કરી શકે છે કે ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ચાર્જિસ માટે ચૂકવવામાં આવેલા હપ્તાઓ સાથે GSTચૂકવવો પડશે. હાલમાં, GSTસિસ્ટમ હેઠળ શૂન્ય, પાંચ, 12, 18 અને 28 ટકાના દર સાથે પાંચ ટેક્સ સ્લેબ છે. 28 ટકાના દર ઉપરાંત લક્ઝરી સામાન પર સેસ પણ વસૂલવામાં આવે છે.

Tags :
GSTGST council meetingindiaindia news
Advertisement
Next Article
Advertisement