For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાદાની ઉંમરના ઢગાએ ત્રણ વર્ષની બાળકી સાથે વિકૃત અડપલાં કર્યાં

01:16 PM Jan 02, 2024 IST | Sejal barot
દાદાની ઉંમરના ઢગાએ ત્રણ વર્ષની બાળકી સાથે વિકૃત અડપલાં કર્યાં

સોશ્યલ મીડિયાના યુગમાં બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મના કેસ વધી રહ્યાં છે.ત્યારે રાજકોટના પંચાયત ચોક નજીકમાં ઘર પાસે રમી રહેલી ચાર વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ ધોબી કામની દુકાન ધરાવતા 58 વર્ષના ભીખાભાઈ વાજાએ પોતાની હવસ સંતોષવા ચોકલેટની લાલચ આપી પોતાની દુકાનમાં લઈ જઈ ગુપ્તાંગના ભાગે પપ્પી કરાવી દુષ્કૃત્ય કરતા ચકચાર મચી ગઇ છે.યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ વિગતો મુજબ,પંચાયત ચોક પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે ભીખા છગન વાજા (ધોબી) (ઉ.વ.58),(રહે. જય સોમનાથ મકાન,રોયલ સ્કૂલની બાજુમાં શેરી નં.3,માયાણી ચોક)નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે પોક્સો તેમજ છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેમના પતિ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરે છે.તેમની ચાર વર્ષની પુત્રી ગઈકાલે સાંજના તેમના એપાર્ટમેન્ટ પાસે રમતી હતી.તેમના એપાર્ટમેન્ટની બાજુમાં જ આરોપી ભીખા વાજા બેસ્ટ લોન્ડ્રિ નામની દુકાન ચલાવે છે.તેણીની પુત્રી ગઈકાલે રમતાં-રમતાં આરોપીની દુકાન નજીક પહોંચી હતી.ત્યારે હવસખોર ભીખાની નજર બાળકી ઉપર પડતા તેમને હવસનો કીડો સળવળ્યો હતો.જે બાદ આરોપીએ બાળકીને બોલાવી ચોકલેટની આપવાની લાલચ આપી દુકાનમાં લઈ ગયો હતો અને દુકાન બંધ કરી જેવી બાળકી સાથે ખરાબ કામ કર્યું હતું.
પુત્રી ઘરે ન આવતાં ચિંતિત માતા બાળકીને શોધતી શોધતી આરોપીની દુકાન પાસે આવતાં ત્યાં બાળકી અને ઢગો બહાર આવ્યો હતો અને બાળકી દોડી તેની માતા પાસે ચાલી ગઈ હતી.બાદમાં બાળકીને ઘરે લઈ જઈ તેની કાલી ઘેલી ભાષામાં પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું કે,આરોપી તેને દુકાનમાં લઈ ગયો બાદ પોતાના પેન્ટની ચેઇન ખોલી ગુપ્તાંગ કાઢી તેમની પાસે પાંચ વખત પપ્પી કરાવી તેના કપડા કાઢવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં મહિલાએ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ વી.એન.બોદર અને ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement