For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્ટરનેશલ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-2025નું ભવ્ય આયોજન

11:41 AM Jun 19, 2024 IST | admin
ઈન્ટરનેશલ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો 2025નું ભવ્ય આયોજન

ફેકટરી ઓનર્સ એસોસિએશન તેમજ અમદાવાદના ઔદ્યોગિક એકમના સંયુક્ત ઉપક્રમે આયોજન

Advertisement

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન જયારે તેની સ્થાપનાના 7પ વર્ષ પુર્ણ કરી રહયું છે, ઘરઆંગણે મળી રહે તે આશયથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે જામનગરના જ આંગણે પહેલીવાર આગામી તા.13 થી 16 ફેબ્રુઆરી- 202પ દરમ્યાન જામનગર-દ્વારકા હાઈવે એઈરપોર્ટ રોડ ખાતે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકઝીબીશન - 2025 નું આયોજન કરવામાં આવનાર છે.

આ એકઝીબીશનના આયોજન માટે અમદાવાદ કે જેમને વાઈબ્રન્ટ ગુજરાત, સંસ્થાએ મે. કે એન્ડ ડી. કોમ્યુનિકેશન લીમીટેડ, એન્જીમેક જેવા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનના આયોજનનો 30 વર્ષનો અનુભવ છે, તેની સાથે ટાઈઅપ કરેલ છે. આ એકઝીબીશન માટે આ સંસ્થાને ભારત સરકારશ્રીના એમ.એસ.એમ.ઇ. તેમજ જી.આઈ.ડી.સી. તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઑર્ગેનાઈઝેશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, લોધીકા જીઆઈડીસી એસોસીએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન જામનગર, જામનગર ઈલકેટ્રોપ્લેટર્સ એસોસીએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ, એમ.પી.શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસીએશન, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હાપા ઉદ્યોગનગર સંઘ લીમીટેડ, નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે. આ સંસ્થા દ્વારા એમ.એસ.એમ.ઈ. અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી વિદેશમાં જયા બ્રાસપાટર્સની મોટાપાયે નિકાશ કરવામાં આવે છે,

Advertisement

ત્યાંથી ખરીદદારો આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે સાહસો, રાજય પરિવહન વિગેરે સાહસો આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે. આ એકઝીબીશન દરમ્યાન એમ.એસ.એમ.ઇ. માટે અલગ પેવેલીયન રાખવાનું, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મીટીંગ યોજવાનું તથા ઔદ્યોગિક એકમ માટે લાભદાયી યોજનાઓ માટે વિવિધ વિષયો પર સેમીનાર યોજવાનું પણ આયોજન કરવામાં આવનાર છે.

આશરે 10,000 થી 12,000 ચો.મી. માં સંપુર્ણ વાતાનુકુલીત જર્મન મેઈડ ડેમમાં યોજાનાર આ એકઝીબીશનમાં રપ0 કરતાં પણ વધું સ્ટોલ રાખવામાં આવનાર છે, આશરે 50 હજાર કરતાં પણ વધું લોકો તેની મુલાકાત લેશે અને આશરે રૂૂપિયા 1000 કરોડથી વધુ બિઝનેશ ઈન્કવાયરીઓ જનરેટ થશે, તેવી આશા છે. ત્યારે સંસ્થાના ડ્રીમ પ્રોજેકટ કહી શકાય તેવા આ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનને સફળ બનાવવા માટે ના જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement