For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ‘સાડી’ પરંપરાની ભવ્ય ઉજવણી

01:16 PM May 06, 2024 IST | Bhumika
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ‘સાડી’ પરંપરાની ભવ્ય ઉજવણી
Advertisement

ન્યૂયોર્ક સિટીમાં ટાઈમ્સ સ્ક્વેરમાં ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતીય-અમેરિકી સમુદાય તેમજ બાંગ્લાદેશ, નેપાળ, યુકે, યુએસએ, યુએઈ, યુગાન્ડા, ટ્રિનિડાડ અને ગુયાનાની પાંચસોથી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન બ્રિટિશ વુમેન ઈન સારીઝ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્રોતો દ્વારા ક્ધયાઓ, યુવતીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં કાર્યરત અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કરાયું હતું. અગાઉ લંડનમાં ટ્રાફલગર સ્ક્વેર ખાતે ઐતિહાસિક સાડી વોકેથોન અને રોયલ એસ્ટોક લેડીઝ જેવા વૈશ્વિક કાર્યક્રમોની સફળતાથી પ્રેરાયેલા આ કાર્યક્રમનો હેતુ સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઉજવણી ઉપરાંત ગ્રામીણ ભારતના કારીગરોને ટેકો આપવા અને પરંપરાગત કારીગરીને જાળવવાનો પણ હતો. કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતિક તરીકે ગણાવવામાં આવી હતી. તેમણે વૈશ્વિક સ્તરે આ પોષાકને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement