For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિ-ટુ-ડિ પરીક્ષામાં 8 માર્કસનું ગ્રેસિંગ, 12થી વધુ વાંઘા રજૂ કરવામાં આવ્યા

12:20 PM Apr 30, 2024 IST | Bhumika
ડિ ટુ ડિ પરીક્ષામાં 8 માર્કસનું ગ્રેસિંગ  12થી વધુ વાંઘા રજૂ કરવામાં આવ્યા

ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રથમ વખત લેવામાં આવેલી એન્ટ્રન્સ ટેસ્ટ બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરીને વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ 12થી વધુ વાંધાઓ રજૂ કર્યા હતા. જેની ચકાસણી કરવામાં આવતાં ચાર પ્રશ્નોમાં ભુલ હોવાનું સાબિત થતાં હવે વિદ્યાર્થીઓને આઠ માર્કસ ગ્રેસિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. જોકે, 30મી સુધીમાં પરિણામ જાહેર કરવાનું હતુ તે હવે થઇ શકશે નહી.
ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલી વખત પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષામાં અંદાજે 18 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ ટેસ્ટ બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. જેની સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધા ઉઠાવ્યા હતા. જેમાં કુલ 12 જેટલા પ્રશ્નો સામે વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જે પ્રશ્નો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા તેની નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, આ ચકાસણીમાં ચાર પ્રશ્નોમાં ભૂલો કે ક્ષતિ હોવાનું સાબિત થયુ હતુ. જેના કારણે હવે વિદ્યાર્થીઓને ચાર પ્રશ્નો બે-બે માર્કસ પ્રમાણે આઠ માર્કસ ગ્રેસિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

સૂત્રો કહે છે કે ફાઇનલ આન્સર કી જાહેર કર્યા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રશ્નો સામે વાંધા ઉઠાવતાં હવે નવેસરથી ચકાસણી કરવી પડે તેમ હોવાથી 30મી એટલે કે આવતીકાલે પરિણામ જાહેર થશે નહી. આગામી બે-ત્રણ દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ જાહેર થાય બાદ પ્રવેશ પ્રક્રિયા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement