For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GPSCની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાનારી 4 પ્રિલિમ પરીક્ષા મોકૂફ

11:56 AM Dec 07, 2023 IST | Sejal barot
gpscની જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાનારી 4 પ્રિલિમ પરીક્ષા મોકૂફ

રાજ્યમાં ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની ચાર જેટલી પ્રિલિમ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જેમાં ઈજનેર વિભાગના વર્ગ-1,2 અને 3 ની પરીક્ષાનો સમાવેશ થાય છે. જેને હાલ મોકુફ રાખવામાં આવી છે.
ગાંધીનગરથી જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2 (GWRDC) અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 (GMC)ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.
આ સાથે જ જીપીએસસી તરફથી એવું કારણ આપવામાં આવ્યું છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. તેમજ ઉમેદવારોને આગામી સમયમાં નવી તારીખ આયોગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને પણ હવે ભરતીની પરીક્ષા માટે રાહ જોવી પડશે. આ અગાઉ પણ ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 6 જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંબંધિ ઉમેદવારોએ નોંધ લેવી. જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2, પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-1, કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 ની પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement