For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકાર રચવા કવાયત: NDA-INDIAની સમાંતર બેઠકો

11:33 AM Jun 05, 2024 IST | Bhumika
સરકાર રચવા કવાયત  nda indiaની સમાંતર બેઠકો
Advertisement

નાયડુ-નીતિશ આજે ભાજપને સમર્થનપત્ર આપશે: વિપક્ષી ગઠબંધન પણ અન્ય પક્ષોનો સાથ લેવા સક્રિય

Advertisement

લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઇ ચુકયા છે. એ મુજબ ભાજપને 240 અને કોંગ્રેસને એકલા હાથે 99 બેઠક મળી છે. પરંતુ સહયોગી પક્ષો સાથે એનડીએએ 272નો બહુમતી આંક વટાવી 282 બેઠક કબજે કરી છે. ઇન્ડીયા ગઠબંધનના કેટલાક નેતાઓ સરકાર રચવા પ્રયાસ કરવાની તરફેણમાં છે પણ બે આંકડામાં બેઠકો મેળવનારા નીતિશકુમારના જેડીયુ અને આંધ્રના તેલુગુદેસમના નેતા ચંદ્રબાબુ નાયડુના સાથ વગ એ શકય નથી. ગઇકાલે પત્રકાર પરિષદમાં ઇન્ડીયા ગઠબંધન દ્વારા સરકાર રચવા પ્રયાસ કરવા મામલે પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગઠબંધનના નેતાઓ સાથે વાત કર્યા પછી કાંઇ નિર્ણય લેવાશે.
સુત્રોના જણાવ્યા મુજબ સપાના અખિલેશ, એનસીપી સુપ્રીમો શરદ પવાર, નીતિશકુમાર નાયડુ અને આંધ્ર-ઓડીશામાં કારમો પરાજય પામનારા બીજેડી અને જગન રેડ્ડીના સંપર્કમાં છે.

આજે બન્ને ગઠબંધનની દિલ્હીમાં બેઠક છે અને તેમાં ભાગ લેવા ઘટક પક્ષના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. અહેવાલો અનુસાર એનડીએના બે મોટા ઘટક પક્ષો જેડીયુ અને તેલુગુદેસમ આજે ભાજપને સરકાર રચવા સમર્થન પત્ર આપે તેવી શકયતા છે.

અત્યારસુધી એકહથ્થુ શાસન કરતા વડાપ્રધાન હવે એનડીએના નેતાઓને વધુ મહત્વ આપવા લાગ્યા છે. ગઇકાલે ભાજપ કાર્યકરોને પક્ષના વડામથકે સંબોધતા મોદીએ નાયડુ-નીતિશના ગુણગાન ગાવા સાથે આંધ્રપ્રદેશના વિકાસ માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

બીજી તરફ, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓ રાયબરેલીમાં હોય કે વાયનાડમાં, વિપક્ષમાં હોય કે સરકારમાં હોય, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જનતાએ ભાજપનો હિસાબ કરી દીધો છે. દેશે મોદીને નકારી દીધા છે. આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નહોતી. અમે એક પક્ષ, એક ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર, CBI, ED અને ન્યાયતંત્ર સામે લડ્યા. કારણ કે આ સંસ્થાઓ મોદી અને અમિત શાહે કબજે કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આવતીકાલે I.N.D.I.A એલાયન્સના નેતાઓની બેઠક છે. ગઠબંધનના નેતાઓ જે પણ નિર્ણય લેશે તે અંતિમ નિર્ણય હશે. અમારા સાથીઓ સાથે વાત કર્યા બાદ જ અમે સરકારની રચના અંગે શું કરવું તે નક્કી કરીશું. કોંગ્રેસ એકલી નથી. અમારી સાથે બીજી ઘણી પાર્ટીઓ છે. તેમની સાથે બેઠક કરીશું, કારણ કે આજે અમારી પાસે ખરેખર આનો જવાબ નથી.

મોદી 9 જુને લઇ શકે છે શપથ: રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારી

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર બનવા જઈ રહ્યું છે. PM મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે ઙખ મોદી 9 જૂને શપથ લઈ શકે છે. પીએમ મોદીના રાજ્યાભિષેકની તૈયારીઓને કારણે 5 થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે. 18મી લોકસભાના પરિણામો અને વલણો વચ્ચે મંગળવારે સાંજે એક પોસ્ટમાં, વડા પ્રધાને કહ્યું, દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement