For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ઘુડશિયા ગામે સરપંચને પછાડી દઈ ગળું દબાવવાનો પ્રયાસ

01:34 PM Apr 27, 2024 IST | Bhumika
ગોંડલના ઘુડશિયા ગામે સરપંચને પછાડી દઈ ગળું દબાવવાનો પ્રયાસ

ગોંડલના ધુડશિયાગામના સરપંચ અશ્ર્વિનભાઈ ઠુંમરને જમીન પર પછાડી દઈને ગામના ચિરાગ નરેશભાઈ ભુવાએ ગળુ દબાવી દઈને મારકુટ કર્યા અંગેની સુલતાનપુર પોલીસસ્ટેશનમાં આઈપીસી કલમ 23, 504,506 (2) મુજબ ગુનો નોંધાયો છે.

Advertisement

ફરિયાદી સરપંચ અશ્ર્વિનભાઈ છગનભાઈ ઠુંમર (ઉ.વ.43) એ જણાવ્યું કે, આ બનાવનું કારણ એ છે કે, આ ચિરાગ જેને જૂના ખેતીવાડીના માર્ગ બાબતે ગામમાં બીજા ખેડુત સાથે રસ્તાની તકરાર હોય જેનો ખાર રાખીને તેણે તા. 21/3/24ના સવારના મને ફોન કરી ફોનમાં ખુન થશે ત્યારે પ્રેમથી જીવવું હોય તો મને ક્યાંય ભેગો ન થતો આવી રીતે ધમકી આપેલ હતી પરંતુ મે ત્યારે કોઈ ફરિયાદ કરેલ ન હતી પરંતુ આજે મારી ઉપર હુમલો કરી મને મારી નાખવાની ધમકી આપતા મે તેના વિરુદ્ધ મારી ફરિયાદ લખાવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement