સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

રાજકોટમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ બાદ ગોંડલ પાસે મુક્તિ

11:57 AM Jun 27, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

યુવતીના પરિવારજનોએ હવાલો આપતા સાત શખ્સો કારમાં ઉઠાવી ગયા બાદ ગોંડલ આશાપુરા ડેમ પાસે માર મારી ફેંકી દીધો

રાજકોટના ગોકુલધામ કવાર્ટસમાં રહેતા કોળી યુવાનનું તેનાં ભાઈની નજર સામે સાત શખ્સોએ ફોર્ચ્યુનર કારમાં અપહરણ કર્યુ હતું અને તેને ગોંડલ નજીક આશાપુરા ડેમ પાસે માર મારી ફેંકી દીધો હતો. જે બાબતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં સાત શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પ્રેમ પ્રેકરણમાં યુવતીના પરિવારજનોએ હવાલો આપતાં અપહરણ કરાયાનું અપહ્ત યુવાને જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ, રાજકોટના ગોકુલધામ કવાર્ટસ નં.11માં રહેતા અને ગેરેજ ચલાવતાં ભૌમિક પ્રવિણભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં માલવીયાનગર પોલીસે પુનિતનગર પાસે ટાંકા નજીક રહેતા પરીયો ગઢવી, મેટીયો, અમરદીપ ઝાલા, જયલો તથા રાધે કોળી તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગેરેજ ચલાવતો ભૌમિક ગઈકાલે પોતાના ગેરેજે હતો ત્યારે રાત્રિનાં આઠ વાગ્યે ઘરે ગયો ત્યારે હાર્દિક તેના કવાર્ટસ નીચે ઉભો હતો અને એક સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં આવેલા આ સાતેય શખ્સોએ તેના ભાઈ હાર્દિક સાથે ઝઘડો કરી ફોર્ચ્યુનર કારમાં ધરાર બેસાડવાનો પ્રયાસ કરતાં હતાં. ધોકા હાથમાં લઈને આ ટોળકીએ હાર્દિકને ફોર્ચ્યુનર કારમાં બેસાડવા બળજબરી કરતાં હતાં ત્યારે હાર્દિકે આ ટોળકીના પરીયો અને તેના સાથેના શખ્સોને કહ્યું કે ‘તમે મને મારવા આવો છો, મારી જ લેજો’ તેવું કહેતો હતો. આ ટોળકીએ ધરાર ફોર્ચ્યુનર કારમાં હાર્દિકનું અપહરણ કરી લીધું હતું.

આ ઘટના વખતે હાર્દિકનો ભાઈ ભૌમિક ત્યાં પહોંચ્યો ત્યારે હાર્દિકને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પરીયા ગઢવીએ ધોકા મારી તેને પછાડી દીધો હતો. પરેશ ગઢવીએ ‘જો તું વચ્ચે આવીશ તો તને પણ મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. હાર્દિકનું અપહરણ કરી આ ટોળકી તેને ગોંડલ રોડ તરફ લઈ ગઈ હતી. બીજી તરફ આ બાબતે માતા જયોત્સનાબેન અને મિત્ર સુરજને જાણ કરતાં ભૌમિક માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ માટે તજવીજ કરતાં હતાં. પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળતાં જ અપહરણકારો હાર્દિકને મુકી ભાગી ગયા હતાં. હાર્દિકે જણાવ્યું કે તેને મેટોડામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેના પરિવારજનોના કહેવાથી હવાલો લઈ આ સાત શખ્સોએ તેનું અપહરણ કર્યુ હતું.

Tags :
crimegujaratgujarat newsKidnappingrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement