For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઈ હત્યા, ગોળીઓથી વીંધી નખાયો

06:15 PM May 01, 2024 IST | Bhumika
સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઈ હત્યા  ગોળીઓથી વીંધી નખાયો

Advertisement

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી અને દેશના સૌથી મોટા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકાના કેલિફોર્નિયામાં હત્યા કરવામાં આવી છેમીડિયા રિપોર્ટ અનુસાર, હરીફ ગેંગ દલ્લા-લખબીરે ગેંગે કેલિફોર્નિયાની ફેરમાઉન્ટ હોટલ બહાર તેને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. ગોલ્ડી બ્રાર પંજાબ પોલીસ તેમજ અન્ય રાજ્યોની પોલીસ દ્વારા વોન્ટેડ હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગોલ્ડીને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.

અહેવાલો અનુસાર, અમેરિકાના કેલિફોર્નિયામાં હોટેલ ફેરમાઉન્ટમાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર કેનેડામાં છે. તમને જણાવી દઈએ કે કેનેડાના 25 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સની યાદીમાં ગોલ્ડી પણ સામેલ છે.

Advertisement

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ગોલ્ડી બ્રારાનું નામ ચર્ચામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે ગોલ્ડી બ્રાર મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ હતો. સિદ્ધુ મૂસેવાલાની 29 મે, 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ગાયક પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દરજીત સિંહ છે. તે પંજાબના પૂર્વ પોલીસકર્મીનો પુત્ર છે. પંજાબમાં ગેંગ વોરથી ગોલ્ડીએ ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે ટૂંક સમયમાં મોટા ગુનાઓ કરવાનું શરૂ કર્યું. પંજાબમાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની યાદીમાં સામેલ હોવા છતાં તે હત્યા અને ગેરકાયદેસર હથિયારોની દાણચોરી જેવા ગુનાઓ આચરતો રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement