For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનું-ચાંદી-સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે

03:34 PM Apr 08, 2024 IST | Bhumika
સોનું ચાંદી સેન્સેક્સ નિફ્ટી નવી ટોચે
  • ચાંદી 83,865 પ્રતિ કિલો, સોનું-સેન્સેક્સ 73,500ને પાર, નિફ્ટી 22,700 નજીક

આ સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર અને સોનામાં ઉછાળા સાથે શરૂઆત થતાં બન્નેમાં નવો રેકોર્ડ હાઈ નોંધાયો છે. સોનુ આજે પહેલીવાર એમસીએકસમાં 73000ને પાર પહોંચી ગયું છે અને આજે સોનાનો નવો ભાવ 73,600 પ્રતિ દસ ગ્રામ નોંધાયો છે. જ્યારે સેન્સેકસ 74663 અને નિફટી 22630ના નવા લેવલે પહોંચી ગઈ છે. ચાંદીમાં પણ ચકચકાટ તેજીના પગલે ચાંદી આજે 83865 પ્રતિ કિલોના નવા લેવલે પહોંચી ગઈ છે.

Advertisement

આજે શરૂઆતના પ્રથમ સેશનમાં જ શેર બજારમાં મોટો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે 74248ના લેવલે બંધ થયેલ સેન્સેકસ આજે 307 પોઈન્ટ ઉછળીને 74555નાં નવા હાય પર ખુલ્યો હતો. બાદમાં તેજ યથાવત રહેતા સેન્સેકસમાં ખરીદારીના પગલે 621 પોઈન્ટ ઉછળીને 74869ના નવા હાઈ સુધી પહોંચી ગયો છે. જ્યારે નિફટીમાં પણ તેજી સાથે કારોબારની શરૂઆત થતાં શુક્રવારે 22513નાં લેવલ પર બંધ થયેલ નિફટી આજે પહેલા સેશનમાં 65 પોઈન્ટ ઉછળીને 22578 પર ખુલી હતી બાદમાં સતત તેજીને પગલે શુક્રવારના બંધથી નિફટી 184 પોઈન્ટ ઉછળીને 22697ના હાઈ સુધી પહોંચી ગઈ હતી.
આજની તેજીમાં ક્ધઝયુમર ડયુરેબલ્સમાં સૌથી વધુ 2.06 ટકા સુધીની તેજી જોવા મળી હતી. નિફટી રિયાલીટી 1.26 ટકા, નિફટી ઓટો 0.36 ટકા અને નિફટી ફાઈનાન્શિયલ સર્વિસસમાં 0.23 ટકા જેવો વધારો જોવા મળ્યો હતો.

શેરબજારોએ આજે તેજી સાથે રેકોર્ડ ટોચ નોંધાવાની સાથે બીએસઈ માર્કેટ કેપએ 400 લાખ કરોડની સપાટી વટાવી છે. બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓના વોલ્યૂમ વધતાં કુલ માર્કેટ કેપ રૂૂ. 401.09 લાખ કરોડથી વધી છે.

Advertisement

બ્લુચીપ, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસમાં રેકોર્ડબ્રેક તેજી સાથે બીએસઈ માર્કેટ કેપ નવ માસમાં 100 લાખ કરોડ વધી છે. અગાઉ જુલાઈ, 2023માં માર્કેટ કેપ રૂૂ. 300 લાખ કરોડના માઈલસ્ટોને પહોંચી હતી. બાદમાં આજે 8 એપ્રિલ, 2024ના રોજ માર્કેટ કેપ રૂૂ. 400 લાખ કરોડની સપાટી ક્રોસ કરી છે.

રોકાણકારોની મૂડી 57 ટકા વધી એપ્રિલ-23થી બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂૂ. 145 લાખ કરોડ વધી છે. જે રોકાણકારોની મૂડીમાં 57 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મજબૂત કોર્પોરેટ પરિણામો, પોઝિટીવ ઈન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ, સ્થિર નીતિઓના કારણે તેજી, સ્થાનિક અને વિદેશી રોકાણમાં વૃદ્ધિ સહિતના પરિબળોના પગલે ભારતીય શેરબજારમાં આકર્ષક રિટર્ન જોવા મળી રહી છે. મીડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ એક વર્ષમાં ક્રમશ: 60 ટકા અને 63 ટકા વધ્યા છે. જ્યારે લાર્જ કેપ ઈન્ડેક્સ 28.6 ટકા વધ્યો છે. ઓટો, રિયાલ્ટી, એનર્જી, ફાર્મા, ટેલિકોમ્યુનિકેશન્સ, ઈન્ફ્રા, ઓટો પીએસયુ શેરોમાં પણ મબલક ઉછાળો નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement