For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીની ચમક પણ ઓછી થઈ, જાણો લેટેસ્ટ રેટ

06:48 PM Apr 23, 2024 IST | Bhumika
સોનાના ભાવમાં ભારે ઘટાડો  ચાંદીની ચમક પણ ઓછી થઈ  જાણો લેટેસ્ટ રેટ

Advertisement

સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે. સોનાના ભાવ તો રેકોર્ડ હાઈથી લગભગ 4500 રૂપિયા જેટલા ગગડી ગયા છે. ચાંદી પણ 7000 રૂપિયા સુધી તૂટી છે.

સોના અને ચાંદીના ભવ 700-800 રૂપિયા તૂટીને ખુલ્યા. MCX પર સોનું 657 રૂપિયા ગગડીને 70540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ લગભગ 700 રૂપિયા જેટલી તૂટીને 79858 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Advertisement

સોનું રેકોર્ડ સ્તરથી લગભગ 4500 રૂપિયા જેટલું ગગડી ગયું છે. જ્યારે સોનું આ મહિને 73,958 રૂપિયાના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યુ હતું. એ જ રીતે ચાંદી પણ 86,126 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈથી 7000 રૂપિયા સુધી ગગડી છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1134 રૂપિયા ગગડીને 71741 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 1039 રૂપિયા તૂટીને 65715 રૂપિયાના સ્તરે છે. ચાંદી હાલ 1667 રૂપિયા તૂટીને 79887 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.

સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?

ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા ઓછી થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. આ સાથે ઈરાન-ઈઝરાયલ યુદ્ધના વધતા ડરને કારણે પીળી ધાતુ અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. જોકે, હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો ડર ઓછો થઈ ગયો છે, જેના કારણે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement