For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોખલાણાના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

05:02 PM May 07, 2024 IST | Bhumika
ગોખલાણાના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
Advertisement

જસદણના ગોખલાણા ગામના યુવાને આજથી બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ આજે સિવિલ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસમાંથી મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગોખલાણા ગામના સંજય ગોબર ખેતરિયા (ઉ.વ.22)એ તા. 5ના રોજ પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા પ્રાથમિક સારવાર જસદણ અપાવી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો આવતા પોલીસે કહ્યું કે સંજય ગત તા. 5 ના રોજ પોતાના સાંથળી ગામે રહેતા મામાના ઘરે માતાજીના માંડવામાં ગયો હતો જ્યાં તે ખૂબ ધૂણ્યો હતો સંજય ત્રણ ભાઈ અને બે બહેનમાં ચોથા નંબરનો ભાઈ હતો અને પમ્બલીંગ કામની મજુરી કરે છે. પોલીસના કહેવા મુજબ સંજયે ઝેરી દવા પી લીધા બાદ કાકાના દિકરા એવા ભાઈને ફોન કર્યો હતો કે મે સારૂ કામ કર્યુ છે, વાડીએ દવા પી લીધી છે, અહીંયા ગુડા અને હવે ધંધે લાગોરાજકોટ પોલીસની જાણ પરથી જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement