For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરમાં જ શાકભાજીની ખેતીથી પરિવારને આપો સ્વાસ્થ્ય સુરક્ષા

01:26 PM Nov 01, 2023 IST | Sejal barot
ઘરમાં જ શાકભાજીની ખેતીથી પરિવારને આપો સ્વાસ્થ્ય સુરક્ષા

‘2013ની આ વાત છે. એક ફ્રેન્ડના 20 વર્ષની ઉંમરના દીકરાને કેન્સર થયું ત્યારે દિલ હલી ગયું. મારા ઘરમાં બ્યાંસી વર્ષના સાસુમા એકદમ સ્વસ્થ હતા જ્યારે નાની ઉંમરના આ દીકરાને કેન્સર કેમ એ પ્રશ્ન ઉઠ્યો? રાતભર ઊંઘ ન આવી અને મન બેચેન બન્યું.અનેક નિષ્ણાતો સાથે ચર્ચા થયા બાદ નિષ્કર્ષ નીકળ્યો કે જે સાચી અને સારી વસ્તુ મારા સાસુમાએ ખાધી હતી તે અત્યારના બાળકો ખાઈ રહ્યા નથી એટલું જ નહીં તે જે ખાઈ રહ્યા છે તે પેસ્ટિસાઈડયુક્ત અને વિષયુક્ત છે.જે તેઓને અનેક રોગો તરફ દોરી રહ્યા છે ત્યારે જ વિચાર કર્યો કે આ ખાનપાનથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? યુરિયાયુક્ત ભોજન આપણે પેટમાં પધરાવીએ તેના કરતાં આપણા જ ઘરમાં શાકભાજી ફળો શા માટે ન વાવીએ? વધારે માત્રામાં કદાચ ન ઉગાડી શકીએ પણ દરેક વ્યક્તિ પોતાના પરિવાર પૂરતું પોતાના ઘરે શાકભાજી ઉગાડવાનું શરૂૂ કરે તો આપણાં સ્વાસ્થ્યને નુકસાન થતું જરૂૂર બચાવી શકાય’ આ શબ્દો છે ભારતીય માહિતી સેવામાં જોઈન્ટ ડાયરેક્ટર ન્યૂઝ, ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફરજ બજાવતા સરસ્વતી કુવાલેકરના.
પોતાની ફ્રેન્ડના દીકરાને કેન્સર થયાની ઘટના બાદ તેઓએ શાકભાજી ઘરે કઈ રીતે વાવી શકાય તે શીખવા અનેક પ્રયત્નો કર્યા.રાજેન્દ્ર ભટ્ટ પાસેથી તેઓ ઓર્ગેનિક ખેતી કરતા શીખ્યા. આ પદ્ધતિમાં નાના મોટા ફેરફાર કરીને પોતાની આગવી અને સરળ ઓન ગ્રોન ટેક્નિક વિકસાવી. શહેર હોય કે ગામ હોય ફ્લેટમાં રહેતા હોય કે મકાનમાં રહેતા હોય કોઈપણ વ્યક્તિ 12 ઇંચના કુંડામાં શાકભાજીની ખેતી જરૂૂર કરી શકે છે.દરેકના ઘરમાં કુંડાની જગ્યા તો હોય જ,આ ઉપરાંત સોફ્ટ ડ્રિંકની બોટલમાં પણ તેઓએ શાકભાજી ઉગાડયા છે.ખૂબ જ સરળ પદ્ધતિ તેઓ સમજાવે છે, ‘ચીકણી માટી હોય તો થોડી રેતી અને ખાતર તરીકે ગાયનું છાણ,ગોબર મિક્સ કરો.કુંડામાં જે વાવવું હોય તેના બીજ નાખી દો.ફરી માટી નાખી નિયમિત પાણી અને સૂર્યપ્રકાશ આપો.આપણે નસીબદાર છીએ કે સોના જેવો સૂર્યપ્રકાશ આપણને મળે છે.આ સૂર્યપ્રકાશ જ છોડ વિકસવામાં મદદ કરે છે.’
ખેડૂત યુરિયા નાખે છે તેના કારણે છોડની પેશીઓ ઝડપથી વધે છે.યુરિયા પેટમાં જઈને પણ એ જ કામ કરે છે.શરીરમાં પેશીઓનું વધવું એ જ કેન્સર છે,તેથી જ નાની જગ્યામાં પણ તેઓ રીંગણાં,ટામેટાં, દૂધી મેથી,ફુદીનો,લીંબુ તેમજ અનેક ઔષધીય વનસ્પતિ તુલસી, ફુદીના,લેમન ગ્રાસ, એલોવેરા ઉગાડે છે. આ બાબત તેઓએ જણાવ્યું કે, ‘શહેર વિકસિત થયા છે તેથી લોકો ફરિયાદ કરે છે કે જગ્યા ન હોવાથી આપણે કંઈ વાવી શકીએ નહીં,પરંતુ આરએનડી પદ્ધતિ અને ઓન ગ્રોન પદ્ધતિથી કુંડામાં શાકભાજીની ખેતી કરી શકાય છે.
આવી ખેતીમાં જગ્યા ઓછી હોવાથી ધ્યાન ઓછું રાખવું પડે છે, મેન્ટેનન્સ ઓછું આવે છે જેથી શાકભાજીની આવક પણ ઓછી થાય છે પરંતુ તેનાથી આપણે પેસ્ટિસાઈડમુકત શાકભાજી ખાઈ શકીએ છીએ. પોતાની બંને દીકરીઓના અનુભવ ઉપરથી તેઓએ જણાવ્યું કે, ઘરે શાકભાજી વાવવાથી બાળકો પણ આ પ્રવૃત્તિમાં જોડાશે અને તેની પણ ક્રિએટિવિટી વધશે બીજ વાવ્યા પછી તેમાં કૂપળ ફૂટી કે નહિ? પાન આવ્યા કે નહિ? તેની લંબાઈ કેટલી થઈ એ બધા વિશે કુતુહલતા જાગશે જે જીવનમાં પણ ખૂબ ઉપયોગી થશે. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનો સમય ઓન ગ્રોનને આપશે.બંને દીકરીઓને પણ આમાં ખૂબ રસ છે.તેઓનું સ્વપ્ન છે કે દરેકે દરેકના ઘરમાં શાકભાજીની ખેતી થાય અને પેસ્ટિસાઈડનો ઉપયોગ સદંતર બંધ થાય.સરસ્વતીબહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement