For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિરનાર રોપ-વે તા.20મી સુધી બંધ

04:39 PM Jun 08, 2024 IST | admin
ગિરનાર રોપ વે તા 20મી સુધી બંધ

જુનાગઢના ગિરનાર પર રોપ-વે સેવા 10 દિવસ બંધ રહેશ, મેન્ટેનન્સ કામગીરી શરૂ હોવાથી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ રોપ-વે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે,તો બીજી તરફ 10 દિવસ પ્રવાસીઓ નહી માણી શકે રોપ-વેની સફર.

Advertisement

જૂનાગઢ ગિરનાર પરના રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય જેને લઇને રોપ-વે આગામી તા11 જૂનથી 20 જૂન સુધી એટલે કે 10 દિવસ બંધ રહેશે.ગિરનાર રોપ-વે સંભાળતી ઉષા બ્રેકો.લી.ના રેસિડેન્ટ મેનેજરના પત્ર મુજબ ગિરનાર રોપ-વે મેન્ટેનન્સના કારણે બંધ રહેશે.આ દરમિયાન પ્રવાસીઓએ રોપ-વેની મુલાકાત ન લેવા અધિકારીએ જણાવ્યું છે દર વર્ષે સૌથી લાંબા અને ઉંચા રોપ-વે નું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

ગિરનાર રોપ-વે સેવા શરૂૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.

Advertisement

જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement