For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં ખૂંટિયાએ ઢીંક મારતા યુવતીનું મૃત્યુ

11:39 AM Jun 27, 2024 IST | admin
દ્વારકામાં ખૂંટિયાએ ઢીંક મારતા યુવતીનું મૃત્યુ

દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતો શાનુબેન વિશાભાઈ સોલંકી નામની 29 વર્ષની યુવતીને ગત તા. 16 ના રોજ કચ્છી સમાજની સામેના રોડના ભાગે સફાઈ કામ કરતી વખતે એક ખૂંટિયાએ ઢિંક મારતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ વીકીભાઈ વિશાભાઈ સોલંકી (ઉ.વ. 29) એ દ્વારકા પોલીસની કરી છે.
વાડીનાર વિસ્તારમાં ઘરફોડ ચોરી
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મંગળવારે મોડીરાત્રીના સમયે તસ્કરોએ ખાતર પાડી અને જુદા જુદા રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના સહિતની ચીજ વસ્તુઓ ઉસેડી ગયાનું પોલીસમાં ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં વાડીનાર ખાતે આવેલી આઈ.ઓ.સી.એલ. કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રેતિક સાગર સત્યપ્રકાશ (ઉ.વ. 25) એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે મંગળવારે રાત્રિના સમયે તેઓ કંપનીમાં નાઈટ શિફ્ટની ડ્યુટી ઉપર ગયા હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ક્વાર્ટરના દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રહેલા લાકડાના કબાટમાંથી આશરે રૂૂપિયા 20,000 ની કિંમતની અડધા તોલા સોનાની વીંટી તેમજ રૂૂપિયા 30,000 ની કિંમતની એપલ કંપનીની સ્માર્ટ વોચ મળી, કુલ રૂૂપિયા 50,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં, આ વિસ્તારમાં અન્ય કેટલાક આસામીઓને ત્યાં પણ તસ્કરોએ હાથફેરો કરી, ચોરી કર્યાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે વાડીનાર પોલીસે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધ્યો છે.
આ ચોરીનો તાગ મેળવવા પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલ નિષ્ણાંતોની સેવા લઇ અને સીસીટીવી કેમેરા ચેક કરી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
દારૂ સાથે શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં સોની બજાર વિસ્તારમાં રહેતા વિવેક દિનેશભાઈ મકવાણા નામના 31 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની 3 બાટલીઓ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement