For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેટનો દુખાવો અને આંચકી ઉપડતા યુવતીને સારવારમાં ખસેડાઈ: બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું

01:32 PM May 13, 2024 IST | Bhumika
પેટનો દુખાવો અને આંચકી ઉપડતા યુવતીને સારવારમાં ખસેડાઈ  બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું
Advertisement

મોરબીમાં રહેતી યુવતીને પેટનો દુખાવો અને તાંણ આંચકી ઉપડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં યુવતીને બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. યુવતી ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરાશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં રહેતી 23 વર્ષની યુવતીને પેટનો દુખાવો અને તાણ આંચકી ઉપડતાં તાત્કાલીક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડામાં આવી હતી. જ્યાં તેની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં યુવતીને બે મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળતાં તબીબ દ્વારા પોલીસ ચોપડે એમએલસી નોંધ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતાં મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે સમગ્ર ઘટના અંગે પરિવારની પુછપરછ હાથ ધરી હતી.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં બે ભાન હાલતમાં હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલી યુવતીની બે વર્ષથી સગાઈની વાત ચાલતી હતી અને યુવતીને અચાનક પેટનો દુ:ખાવો અને તાણ આંચકી ઉપડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીને બે માસનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતું. યુવતી ઉપર દુષ્કર્મ થયું છે કે કેમ ? અને ગર્ભ કોનો છે ? તે અંગે યુવતી ભાનમાં આવ્યા બાદ જાણવા મળશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો દૌર લંબાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement