રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળ પાલિકાનું કમ્પોઝ યાર્ડ ગંદકી મુક્ત કરવા તંત્રની કવાયત: 75 કરોડનાં ખર્ચે જગ્યા ખુલ્લી કરાશે

11:43 AM Dec 23, 2023 IST | Sejal barot
Advertisement

વેરાવળ નગરપાલીકાના કમ્પોઝ યાર્ડની 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના પહાડોથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અંદાજે 75 કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોલોજી પાર્ક ગાર્ડનના નિર્માણ સાથે નવ સાધ્ય થવા જઈ રહી છે.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ માહિતી આપતા જણાવેલ કે, અઢી દાયકા એટલે કે 25 વર્ષ બાદ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે શિરદર્દ સમાન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા તંત્રએ કમર કસી છે. યાર્ડની 21 પૈકી 20 એકર જગ્યામાં ઘન કચરો જામ થઈ ચૂક્યો છે. જેનો નિકાલ કરવા અર્થે કેન્દ્ર સરકારે 10 કરોડની રકમ ફાળવતા અંદાજે 2 લાખ મેટ્રિક ટન ઘનકચરાનો નિકાલ કરવામાં આવશે.
વધુમાં જણાવેલ કે, લેગેસીવ વેસ્ટના નિકાલમાં ગુડ અર્થ એટલે કે રેતી, માટી જેવી ફિલિગ મરીરિયલ્સ નીકળશે જેનો ફિલિગ માટે સદઉપયોગ કરાશે કમ્પોઝ યાર્ડના આગળના ભાગે હાઇવે ટચ 5 એકર જમીનમાં પાંચેક કરોડના ખર્ચે થીમ બેઇઝ ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ થશે. જેમાં આ મટીરીયલનો ઉપયોગ કરાશે. જેથી પાર્કના નિર્માણ કાર્યમાં ઓછો ખર્ચ આવશે. ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ માહિતી આપતા જણાવેલ કે, લેગેસિવ વેસ્ટના નિકાલમાં આરડીએફ એટલે કે પ્લાસ્ટિક કપડા સહિતનો જે વેસ્ટ નીકળે છે તેનો બિલકુલ કોઈ ઉપયોગ નથી હોતો. આવા વેસ્ટને સરકારની સૂચના મુજબ ધારા ધોરણ અનુસાર સિમેન્ટ કંપનીઓના બોઇલર પ્લાન્ટમાં બળતણ માટે ઉપયોગ કરાશે જે સંદર્ભે નગરપાલિકાના સિમેન્ટ કંપનીઓ સાથે એમઓયુ પણ કરી દેવાયા છે અંદાજે 40 હજાર મેટ્રિક જેટલો આરટીએફનો નિકાલ કરાશે થનાર છે.

Advertisement

Tags :
DisposalExercisesystemVeraval Municipality's Compost Yard Waste
Advertisement
Next Article
Advertisement