For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ બાર એસો.ના પ્રમુખ પદે સૂર્યકાન્ત સવાણી ચૂંટાયા

12:56 PM Dec 23, 2023 IST | Sejal barot
વેરાવળ બાર એસો ના પ્રમુખ પદે સૂર્યકાન્ત સવાણી ચૂંટાયા

વેરાવળ બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર સહીતના સભ્યોની ચૂંટણી યોજાયેલ જેમાં પ્રમુખ પદે ફરી વખત સૂર્યકાંત એન સવાણીનો વિજય થયેલ જયારે ઉપપ્રમુખ જયદેવભાઇ જોટવા બીનહરીફ થયેલ હતા. આ વિજેતા ઉમેદવારોને વકીલ મીત્રોએ હારતોરા કરી આવકારેલ હતા.
વેરાવળ બાર એસો. ની ચૂંટણીના ચુંટણી અધિકારી કે એચ રાઠોડના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાયેલ જેમાં વિજયકુમાર માવીધીયા, સૂર્યકાંતભાઇ સવાણી, વ્યોમેશચંદ્ર પ્રચ્છક રહેલ જયારે સેક્રેટરી પદે આબિદભાઇ સુમરા, પંકજકુમાર બુચ રહેલ અને જોઇન્ટ સેક્રેટરી પદે પ્રેમજીભાઇ વાઢેર, ગોવિંદજીભાઇ તેજવાણી, રાજેશભાઇ દરી રહેલ તેમજ ખજાનચી પદે ભાવિનભાઇ રૂૂપારેલ, અનસુયાબેન ચોમલ રહેલ હતા જયારે ઉપપ્રમુખ પદે જયદેવભાઇ જોટવા તેમજ લાઇબ્રેરીયન પદ ધવલભાઇ ચાવડા સહીતના 15 કારોબારી સભ્યોમાં સંજયભાઇ પંપણીયા, વરંજાગભાઇ સોલંકી, મેહુલભાઇ ધોળીયા, મુકેશભાઇ મોરી, અરવિંદભાઇ ગોસ્વામી, ગોવિંદભાઇ ચાવડા, નારણભાઇ મેર, મયુરગીરી ગૌસ્વામી, ખાન અખ્તરહુસેન, હુસેનભાઇ જીકાણી, રજનીકાંત ચાંડપા, ફેઝલભાઇ હાલાઈ, કેતનબેન ભાયાણી, રામભાઈ મુછાળ, કરણભાઇ રાયઠ્ઠઠા ચુંટણી પૂર્વે જ બીનહરીફ જાહેર કરવામાં આવેલા હતા.
આજે થયેલ મતદાનમાં ચાર હોદા માટે 10 ઉમેદવારો રહેલ જેમાં પ્રમુખ પદમાં વિજયકુમાર માવીધીયા ને 55 મત, વ્યોમેશચંદ્ર પ્રચ્છકને 78, સૂર્યકાંતભાઇ સવાણીને 117 મત મળતા તેમનો 39 મતે વિજેતા થયેલ જયારે સેક્રેટરી પદે પંકજકુમાર બુચને 116 તથા આબિદભાઇ સુમરા ને 124 મત મળતા તેમનો 8 મતે વિજેતા રહેલ અને જોઇન્ટ સેક્રેટરી પદે પ્રેમજીભાઇ વાઢેરને 54 મત, ગોવિંદજીભાઇ તેજવાણીને 66 મત જયારે રાજેશભાઇ દરીને 124 મત મળતા 58 મતે વિજેતા રહેલ તેમજ ખજાનચી પદે ભાવિનભાઇ રૂૂપારેલને 113 મત તથા અનસુયાબેન ચોમલને 122 મત મળતા 9 મતે વિજેતા રહેલ હોવાનું ચૂંટણી અધિકારી એડવોકેટ કે એચ રાઠોડે જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement