For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈસરોના નિવૃત્ત સાયન્ટિસ્ટ 75 વર્ષની ઉંમરે ગીરની ગોદમાં ફરી પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા

12:21 PM Dec 12, 2023 IST | Sejal barot
ઈસરોના નિવૃત્ત સાયન્ટિસ્ટ 75 વર્ષની ઉંમરે ગીરની ગોદમાં ફરી પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા

ગીરની ગોદમાં ઈસરોના નિવૃત્ત સાયન્ટીસ્ટ 75 વર્ષની ઉંમરે ફરી પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા, ન્યુ જર્સીમાં રહેતા એકના એક પુત્ર અને અમદાવાદમાં રહેતી પુત્રીએ ફરી મા-બાપને પરણાવ્યા. પુત્રી નેહા બેને કહ્યું કે મારા માતા-પિતા પરણ્યા હતા ત્યારે ફોટોગ્રાફી કે વીડિયોની સિસ્ટમ નહોતી જે અમે નજરે નિહાળવા માંગતા હતા એટલે 50મી એનિવર્સરીએ આ યાદગાર આયોજન ગીરના હિરણ વેલ પાસે આવેલા દક્ષ રિસોર્ટ માં કર્યું છે તો દક્ષ રિસોર્ટ નામાલીક કૌશલ રાયચુરા એ કહ્યું કે.. ગુજરાત ભરમાંથી આ આયોજન માટે અમારો રિસોર્ટ પસંદ કર્યો એનું કારણ એ છે કે અમે અહીં પૌરાણિક અને પ્રાચીનતાને જાળવવામાં સફળ થયા છે.. જેનું અમને ગૌરવ પણ છે. ગીર પંથકના મૂળ મરમઠ ગામના વતની અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેર ના લગ્નની 50મી એનિવર્સરીએ પોતાના પુત્ર અને પુત્રી સહિત પરિવાર જનોએ ફરી રંગે ચંગે પરણાવ્યા આમ લગ્નની જેમ જ દરેક વિધિઓ કરાય અને સૌ સ્નેહીજનોએ મંગળ ગીતો ગાય અને 76 વર્ષની વયના ઈસરોના વૈજ્ઞાનિક નાથાભાઈ વાઢેર પોતાના પત્ની 65 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા હતા..
નાથાભાઈ વાઢેર 2007માં ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. 37 વર્ષ સુધી ઈસરોમાં સીનીયર વૈજ્ઞાનીક ની ફરજ બજાવ્યા બાદ પોતે નિવ્રૃત્ત થઈ અમદાવાદ રહે છે તો પોતાનો એકનો એક પુત્ર વીપૂલ જે અમેરિકા ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા જે અમદાવાદમાં રહે છે એ બંને ભાઈ બહેને પોતાના માતા-પિતાના 50 મી એનિવર્સરી પ્રસંગે ફરી મા બાપને પરણાવવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ ગીર જંગલની ગોદમાં પૂરો થતાં સ્નેહીજનો ખુશખુશાલ હતા.
વર ક્ધયા મંડપ ખાતે પહોંચ્યા ત્યાર બાદ હસ્તમેળાપ થયો. મંગલ ફેરા થયા. અને નાથાભાઈએ પોતાના પત્ની નિર્મળાબેનને મંગલસૂત્ર પહેરાવી. અને શેથીમાં સિંદૂર પૂર્યો. હતો જ્યારે નિર્મળાબેને પોતાના પતિને સોનાની માળા ભેટ તરીકે આપી હતી. સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્ન મા ભારે માત્રામાં આ ઉત્સવમાં જોડાયા હતા ત્યારે નાથાભાઈ અને નીર્ળામળા બેને પોતાના વહાલસોયા સંતાનો એવા પુત્ર વિપુલ અને પુત્રી નેહાના આ પ્રેમ સભર આયોજનને ખૂબ જ ગદગદ સ્વરે અને આનંદના આંસુઓ સાથે આનંદ માણ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement