રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રીય વાહનોની ગોલ્ડન-સિલ્વર નંબરો માટે થશે ઓનલાઇન હરાજી

12:11 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

ગીર સોમનાથ એઆરટીઓ કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રીય મોટર વાહનોની નવી સીરીઝ જીજે32 એઇ ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ઈ-હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-હરાજી માટે ઓનલાઈન અરજી તા.18/12/2023 થી 20/12/2023 સુધી કરી શકાશે તેમજ ઈ-હરાજીમાં ઓનલાઈન બિડિંગ કરવા તા.20/12/2023થી તા.22/12/2023 સુધી કરી શકાશે. આ ઉપરાંત વેબસાઈટ http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવા સહિતની વિગતવાર સુચનાઓ આપવામાં આવી છે. વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5(પાંચ) દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે.તેમજ અરજદાર જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમ(Base Price) ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમિયાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે. તદુપરાંત હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે નેટ બેન્કીંગ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મધ્યમથી નાણા, અરજદારને જે તે ખાતામાં S.B.I. E-PAY દ્વારા કચેરીથી પરત કરવામાં આવશે.અને ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે. નોંધનીય છે કે વાહન ખરીદીના 60 દિવસ અંતર્ગત જ સદર હરાજીમાં ભાગ લઇ શકાશે અને સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

Advertisement

Tags :
districtGirinOnline auction for golden-silver numbers of two-wheelersSomnath
Advertisement
Next Article
Advertisement