For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ : રેલવે સ્ટેશન સલાહકાર સમિતિમાં મુકેશભાઈ ચોલેરાની પુન: નિમણૂંક કરાઈ

12:20 PM Dec 29, 2023 IST | Bhumika
વેરાવળ   રેલવે સ્ટેશન સલાહકાર સમિતિમાં મુકેશભાઈ ચોલેરાની પુન  નિમણૂંક કરાઈ

વેરાવળના અગ્રણી મુકેશભાઇ ચોલેરાની શાળા વિકાસ સમિતિના સભ્ય તરીકે તેમજ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં ફરી એક વખત નિમણુંક થતા આવકારવામાં આવી રહેલ છે.
વેરાવળ ભાજપના સક્રીય કાર્યકર મુકેશભાઇ ચોલેરાની જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા વેરાવળ બોયઝ હાઇસ્કૂલ શાળા વિકાસ સમિતિના સભ્ય તરીકે વર્ષ 2023-24 માટે નિમણુંક કરેલ છે. આ સમિતિમાં પ્રજાના બે અને ત્રણ નિવૃત સરકારી અધિકારી હોય છે જે શાળાના વસ્કા માટેની ગ્રાન્ટ અને મંજૂરી સ્થાનીક જરૂૂરત મુજબની મંજૂરી આપે છે. જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયા, ખાંભલા સહીતના દ્વાર મુકેશભાઇ ની નિમણુંકને આવકારેલ છે.
આ ઉપરાંત વેરાવળ ફોટો ગ્રાફર એસો.ના મુકેશભાઇ ચોલેરાની વેરાવળ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં પણ ફરી એક વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ છે અને આ સમિતિમાં પણ રેલ્વે યાત્રીકોની સુવિધાઓ, બુકીંગ તેમજ રેલ્વે સ્ટેશન પરની જરૂૂરી સુવિધાઓ બાબતે કામગીરી કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement