For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લા-ચોરવાડના ઉર્જા વિભાગના પડતર પ્રશ્ર્નો બાબતે રજૂઆત કરતા એમએલએ ચુડાસમા

12:12 PM Dec 23, 2023 IST | Sejal barot
ગીર સોમનાથ જિલ્લા ચોરવાડના ઉર્જા વિભાગના પડતર પ્રશ્ર્નો બાબતે રજૂઆત કરતા એમએલએ ચુડાસમા

ગાંધીનગર ખાતે નાણા પ્રધાન તેમજ ઉર્જા પ્રધાન ના અધ્યક્ષસ્થાને પરામર્શ સમિતિની બેઠક મળેલ હતી, ત્યારે સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તથા ચોરવાડના ઉર્જા વિભાગના પડતર પ્રશ્નો રજૂ કરેલા જેમાં 66 કે.વી. પાલડી સબ સ્ટેશનનું અધૂરું કામ પૂરું કરવું, બગીચાઓ માંથી પસાર થતી 11 કે.વી. લાઈનો બદલી કેબલ નાખવા જોઈએ, અકસ્માતો અટકાવી શકાય તેવા હેતુથી વેરાવળ શહેરની વચ્ચેથી પસાર થતી 66 કે.વી. તથા 11 કે.વી. લાઈનો અંડર ગ્રાઉન્ડ નાખવાની કામગીરી, મલુંઢા અને આંબલિયાળા ગામની વચ્ચે નવું સબસ્ટેશન બનાવવુ તથા વેરાવળ શહેરના બહાર બાયપાસ ઉપર એક નવું સબ સ્ટેશન બનાવવુ તેમજ ચોરવાડમાંથી પસાર થતી 66 કે.વી. તથા અન્ય લાઈનોમાં કેબલ લાઇન નાખવામાં આવે જેથી અકસ્માતો ન સર્જાય તેમજ વાડી વિસ્તારોમા ખેડૂતો દ્વારા બાગાયતી નારિયેળીઓ કે જે ચાર થી પાંચ વર્ષે ઉછેરાતી હોય છે અને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જેમાં પણ 11 કે.વી. વાયરો પસાર થવાથી અને શોર્ટ-સર્કિટ થવાથી ખેડૂતો દ્વારા ચાર-પાંચ વર્ષે ઉછેરાયેલ બાગાયતી પાકોમાંના નાળિયેરીના પાકો ઉભા પાકો સુકાય જાય છે જેના કારણે ખેડૂતોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાની ભોગવવી પડે છે, જેથી ચોરવાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં કેબલ લાઈનો નાખવા બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવેલ તથા ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામતળોમાં ન આવતા હોય તેવા વિસ્તારોમાં પણ વીજ જોડાણ કનેકશનો આપવા અંગે રજૂઆતો કરવામાં આવેલ આમ લોકોના વીજ જોડાણ અંગેના વિવિધ પ્રશ્નો સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા ગાંધીનગર ખાતે નાણા પ્રધાન તેમજ ઉર્જા પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલ પરામર્શ બેઠકમાં રજૂ કરેલ ત્યારે વહેલીતકે નિવારણ લાવવા ખાતરી આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement