રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળમાં ડાઘિયા કૂતરાનો વધ્યો ત્રાસ: જાગૃતોએ પાલિકાને આપ્યું આવેદન

11:32 AM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ફરી એકવાર પોતાના કર્મચારીઓના કારણે શહેરમાં ચર્ચાઈ રહી છે વોર્ડ નંબર 5 અને 6માં કુતરાઓનું અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યું છે.વિસ્તાર માં ઓછામાં ઓછા 300 થી વધુ કૂતરાઓની વસવાટ બની ગયું છે.
નગરપાલિકા ના સતાધીશો અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમનું એક જ જવાબ હોય છે કે નગરપાલિકા પાસે કૂતરાઓને પકડવા માટેના યોગ્ય સાધનો અને માણસોની અછત હોવાના કારણે આ કામ થઈ રહ્યું નથી જ્યારે વોર્ડ નંબર પાંચ અને છ માં આ કુતરાઓ હવે આદમખોર બની રહ્યા છે અને જંગલી હિંસક જાનવરોની જેમ માનવો ગમે ત્યાં તૂટી પડે છે
આ બાબતની રજૂઆત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને કોંગ્રેસ નગર સેવક અફઝલ પંજા દ્વારા ડેપ્યુટી કલેકટર બાટી સાહેબને કરવામાં આવેલ હતી કે વિસ્તારમાં ત્રણ દી પહેલા એક નિર્દોષ બાળકી ઉપર આદમખોરની જેમ હિંસક કૂતરાએ બચકા ભરેલા હતા અને છેલ્લા અઠવાડિયામાં 8 થી 10 લોકોને કુતરાઓએ બચકા ભરેલ છે જો આ ત્રાસ વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો વિસ્તારના તમામ લોકો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે અને જો નગરપાલિકા દ્વારા આ જંગલી અને હિંસક કૂતરાઓને પકડવાની કામગીરી સમય પણ નહીં કરવામાં આવે તો વિસ્તારમાં કોઈનું જીવજોખમાં છે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના સત્તા દેશો અને પદાધિકારીઓ ઉપર રહેશેઆ બાબતે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા ગુલામ ખાન,, નગરસેવક અફઝલ પંજા, સલીમ સોડાવાલા, જાવેદ તાજવાણી, સાહિલ શેખું, અલ્તાફ ચૌહાણ, હનીફભાઇ મલેક દ્વારા ડેપ્યુટી કલેકટર બાટી સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવેલ છે

Advertisement

Tags :
dogsinIncreased tortureofspottedVeraval
Advertisement
Next Article
Advertisement