For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડિનારની રેલવે લાઈન બ્રોડગેજમાં ફેરવવા માંગ

12:01 PM Dec 23, 2023 IST | Sejal barot
કોડિનારની રેલવે લાઈન બ્રોડગેજમાં ફેરવવા માંગ

કોડીનાર ના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજા એ ભારત સરકાર ના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર લખી ને કોડીનાર મા આવેલ રેલ્વે લાઈન ને મીટરગેજમાંથી બ્રોડગેજ માં રેલ્વે લાઈન ને રૂૂપાંતર કરવા માંગ કરી હતી તેઓ એ કેન્દ્રીય રેલવે મંત્રી ને પત્ર લખીને જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર શહેરનું મીટરગેજ રેલ્વે સ્ટેશન ખંડેર હાલતમાં છે.

Advertisement

જાણવા મળ્યા મુજબ, સોમનાથથી કોડીનાર સુધીની નવી બ્રોડગેજ રેલ્વે લાઇન 14 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવી છે પરંતુ મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂૂપાંતર કરવા માટે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી કોડીનાર મતવિસ્તારમાં ઘણા ભારે ઉદ્યોગો આવેલા છે, જ્યાં અન્ય રાજ્યોના હજારો કામદારો અને કર્મચારીઓ કામ કરે છે. આમાં જરૂૂરી માલસામાનના પરિવહન માટે કોડીનાર રેલ્વે લાઈન ને મીટરગેજમાંથી બ્રોડગેજ માં રેલ્વે લાઈન ને રૂૂપાંતર કરવી જરુરી છે તેમજ વિશેષ મા જણાવ્યું હતું કે કોડીનારના ઘણા વિદ્યાર્થીઓ દૂરના સ્થળોએ અભ્યાસ કરી રહ્યા છે જેમની પાસે સારી કનેક્ટિવિટી નથી.

કોડીનારની આસપાસ દીવ, તુલસીશ્યામ, સાસણ ગીર અને સોમનાથ જેવા પર્યટન સ્થળો છે. જેથી આ રેલ્વે સ્ટેશન પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂૂપ બની રહેશે. હાલમાં કોડીનાર રેલ્વે સ્ટેશન જર્જરીત હાલતમાં છે અને તેથી પ્રધાનમંત્રી દ્વારા શરૂૂ કરાયેલ વિકસીત ભારત સંકલ્પના ભાગરૂૂપે કોડીનાર રેલ્વે સ્ટેશનને બ્રોડગેજ લાઇનમાં રૂૂપાંતરિત કરવા અને કોડીનાર રેલ્વે સ્ટેશનના નવીનીકરણને મંજૂરી આપવા ની રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને કોડીનાર ના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજા એ લેખિતમાં જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement