રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

59 લોકો સાથે છેતરપિંડી કરનાર ડારી ગામનો ભેજાબાજ શખ્સ ઝડપાયો

12:23 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

વેરાવળ તાલુકાના ડારી ગામના ભેજાબાજ શખ્સે ગીર સોમનાથના કોડીનાર સહીતના ગામોમાંથી ઘેટા બકરા, મોટર સાયકલ થી લઇ ને કોઈ પણ વસ્તુ ખરીદી લેતો અને એ પણ પૈસા વિના જ અત્યાર સુધી 59 જેટલા લોકોને છેતરી લેનાર આં ભેજાબાજ શખ્સ પોલીસના સકંજામાં આવ્યો છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પોલીસમાં નોંધાયેલી ફરીયાદમાં વડનગર ગામના જેશાભાઈ ના દીકરાનું મોટર સાયકલ ડારી ગામનો અમર હાજી જીકાની નામનો શખ્સ લઇ ગયેલ અને તેની રકમનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી બાઉન્સ થતા એમને એક પણ રૂૂપિયો મળતો ન હતો. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના વંથલીનાં પોલીસ સ્ટેશનમાં પણ ઇલ્યાસ નામના વ્યકિતએ આવી એક ફરીયાદ નોંધાયેલ જેમાં કોઈ ની ભેંસો તો કોઈ ના બકરા તમામ વસ્તુઓની ખરીદી આ ભેજાબાદ શખ્સ કરતો અને ચેક આપતો પરંતુ તમામના ચેક બાઉન્સ થયેલ હોવાનું પોલીસમાં નોંધાયેલ છે.
આખરે કોડીનાર પોલીસે વેરાવળ તાલુકાના ડારી ગામના આં ભેજાબાજ શખ્સને શોધી કાઢ્યો અને પુછપરછ કરતા આં વ્યક્તિ એ જે ખુલાસા કર્યા તે સાંભળી પોલીસ ચોકી ઊઠી હતી. પોલીસના કહેવા મુજબ અમર હાજી જિકાની એક બે નહીં પણ 59 જેટલા લોકોને છેતરી ચૂક્યો છે. અને તેને આ લોકો પાસેથી રૂૂા.52 લાખની વસ્તુઓ ખરીદી ચૂક્યો છે અને કોઈ ને એક રૂૂપિયો નથી ચૂકવ્યો તે અલગ અલગ જગ્યા પર અલગ બહાના બનાવતો પૈસા કેસ નથી ચેક આપે... તેમજ હું અધિકારી છું આવા અનેક બહાના કરી લોકોને લૂંટતો રહ્યો પોલીસ સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું કે અન્ય ના નામના ચેક આપતો હતો પણ આખરે પોલીસે દબોચી લીધો હોવાનું એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રાવતે જણાવેલ છે અને પોલીસની પૂછપરછમાં 59 લોકો ઠગાયાનું બહાર આવ્યું જો કે આગળની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની આશંકા સેવાઈ રહી છે.

Advertisement

Tags :
59caughtconman of Dari village who cheatedpeoplewas
Advertisement
Next Article
Advertisement