રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેરાવળમાં દારૂની 35 બોટલ સાથે મચ્છીનો વેપારી ઝડપાયો

12:07 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

વેરાવળમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની 35 બોટલોના કીં.રૂ.70 હજારના જથ્થા સાથે ડી-સ્ટાફ ટીમે મચ્છીના વેપારીને ઝડપી પાડતા ચકચાર જાગી છે.
થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓ અને બુટલેગરો અત્યારથી જ પોતાની તૈયારી કરવા અર્થે સક્રીય થયા છે. જેને રોકવા સામે વેરાવળ પોલીસ પણ અત્યારથી જ સક્રીય બની હોય તેમ કડક કામગીરી શરૂ કરી છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીઆઈ એ.એમ. મકવાણાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ આર.આર.ગળચર તથા સ્ટાફના અશોક મોરી, વિશાલ ગળચર, સુનીલ સોલંકી અનિરૂધ્ધસિંહ રાયજાદાએ મળેલ બાતમીના આધારે અત્રે ડાભોર રોડ ઉપર સીંધી સમાજની વંડી પાસે રહેતા મચ્છીના વેપારી રાજેશ ઉર્ફે કાંબલી બાબુ ચોમલ ઉ.વ.47 ના ઘરે દરોડો પાડયો હતો. ત્યારે ઘરમાં એક થેલામાં રાખેલ મોંઘીદાટ વિદેશી દારૂની 35 બોટલો કી.રૂ.70 હજારનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ વેપારી સામે પ્રોબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
A beebottlescaughtof liquor in Veravaltraderwith 35
Advertisement
Next Article
Advertisement