રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

43 સાગના વૃક્ષોના કાપેલા લાકડાં સાથે મેઘપરના શખ્સને ઝડપી લેતું વનતંત્ર

11:38 AM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

ગેરકાયદે કટીંગ કરાયેલ ચંદનના લાકડા સાથે વેરાવળના મેઘપુર ગામના શખ્સની ધરપકડ વન વિભાગે કરી તેની પુછપરછ કરતા તાલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વેરાવળના આજોઠા ગામે 43 સાગના વૃક્ષોનું પણ ગેરકાયદેસર કટીંગ કર્યાની કબૂલાત કરેલ છે. આ અંગે વન વિભાગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની માહિતી આપતા આર એફ ઓ
કે. ડી.પંપાણીયાએ જણાવેલ કે, વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનચોરીના લાકડા સાથે એક શખ્સને ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક પૂછપરછમાં આ યુવકે ચંદનના લાકડાનું કટીંગ તાલાલા તાલુકાના ગુંદરણ ગામે કરેલ હોવાની કબુલાત આપી છે તો વધુ તપાસમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે 43 જેટલા સાગના વૃક્ષોનું કટીંગ કર્યાની પણ કબૂલત આપેલ છે.
વધુ માહિતી આપતા જણાવેલ કે, વેરાવળ ના લાટી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના એક શખ્સને ગેરકાયદે લાકડા કટીંગ કરતા ઝડપી લીધો હતો, જેની પૂછપરછ કરતાં આ શખ્સ દ્વારા ચંદનના લાકડાનું પણ ગેરકાયદેસર કટીંગ કરેલ હોય અને આ ચંદનના લાકડાનો જથ્થો પોતાના ઘરે છુપાવીને રાખ્યો હોવાનું માલુમ પડતા વન વિભાગની ટીમ દ્વારા આ શખ્સને સાથે રાખી મેઘપુર ગામે તેના ઘરની જડતી લેતા તેના ઘરેથી 36 કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઝડપાયેલ શખ્સ વૃક્ષ કટીંગની મજૂરી કરતો હોય જેથી વન વિભાગ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા પોતે આ ચંદનનું લાકડું તાલાળા તાલુકાના ગુંદરણ ગામેથી એક માલિકીની વાડીમાંથી કટીંગ કર્યાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વેરાવળના આજોઠા ગામે પણ એક ખાનગી માલિકીની વાડીમાં 43 જેટલા સાગના લાકડાનું પણ ગેરકાયદે કટીંગ કર્યા ની કબુલાત આપતા વન વિભાગ દ્વારા આજોઠા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આજોઠા ગામના ઉકાભાઇ સોલંકી ની માલિકીની વાડીમાં 43 જેટલા સાગના વૃક્ષના લાકડા કટીંગ કરેલા મળી આવ્યા હતા.વન વિભાગ દ્વારા વાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે ચંદનના લાકડાની ચોરી અંગે આ ગુનો તાલાળાના ગુંદરણ ગામે બનેલ હોય જે અંગે તાલાળા વનવિભાગને આરોપી નો કબજો સોંપવામાં આવશે. વધુ તપાસ તાલાળા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જ્યારે વેરાવળના આજોઠા ગામેથી જે સાગના લાકડા નું ગેરકાયદેસર કટીંગ કર્યું છે તે અંગે પણ વન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા તેમજ ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ અન્યવે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

Tags :
43 Forestry taking the people of MeghparcutGIR SOMANATHofteaktreesVeravalwithwood
Advertisement
Next Article
Advertisement