For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂત્રાપાડા પંથકમાંથી 1200 લિટર ચોરાઉ ડીઝલ સાથે 3 ઝડપાયા : 3 ટ્રક કબજે કરાયા

11:46 AM Dec 05, 2023 IST | Sejal barot
સૂત્રાપાડા પંથકમાંથી 1200 લિટર ચોરાઉ ડીઝલ સાથે 3 ઝડપાયા   3 ટ્રક કબજે કરાયા

ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતુ હોવાની માહિતીના આધારે સુત્રાપાડા પોલીસે અમરાપુર ફાટક પાસેથી ચોરી કરી અત્રે લાવેલ 1200 લીટર ડીઝલના જથ્થા સાથે રાજુલાના બે અને ઉનાના એક શખ્સોને ત્રણ ટ્રકો મળી કુલ રૂૂ.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળ તપાસ હાથ ધરી છે. ચોરીયાઉ ડીઝલ પીપાવાવની ઓઈલ કંપનીમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરાતું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલ સસ્તા ભાવે વેચાતું હોવાની માહિતી સુત્રાપાડા પોલીસના સંજય પરમાર, મનોજ બાંભણીયા, નિલેશ મોરીબે બાતમી મળી હતી. જેના આધારે પીઆઈ આર.એલ.પ્રજાપતિ, પીએસઆઈ એન.એ.વાઘેલાએ સ્ટાફને સાથે રાખી વેરાવળ - કોડીનાર હાઇવે ઉપર અમરાપુર ફાટક પાસે દરોડો પાડયો હતો. ત્યાં સ્થળ ઉપરથી ચોરીયાઉ 1200 લીટર ડીઝલનો જથ્થો તથા ત્રણ ટ્રકો સાથે રાહુલ રાજદે ડેર ઉ.વ.26, પ્રદિપ રામદે ડેર ઉ.વ.25 બંન્ને રહે.રાજુલા, મેહુલ બોધાભાઇ ચૌહાણ ઉ.વ.23 રહે.ઉના વાળા હાજર મળી આવતા ત્રણેયની સામે સીઆરપીસી કલમ 102, 41(1) ઉ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અટક કરી હતી.
આ અંગે પીએસઆઈ એન.એ.વાઘેલાએ જણાવેલ કે, મળી આવેલ ડીઝલનો જથ્થો પીપાવાવ પંથકમાં આવેલ ઓઈલ કંપનીમાં ટ્રાન્સપોર્ટમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરી તેનું સસ્તા ભાવે વેંચાણ થતુ. જેઓ પાસેથી પકડાયેલા શખ્સો ડીઝલ લઈ આવી અહીં પોતાના ટ્રકો ઉપરાંત અન્ય ટ્રકોને વેંચતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યુ છે. જેના આધારે પીપાવાવ પંથકમાં કેટલા શખ્સો કઈ રીતે ચોરી કરતા તે જાણવા આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement