For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાંથી ભૂતિયા ગેંગનો શખ્સ ઝડપાયો, સાત ચોરીની કબુલાત

04:15 PM Apr 25, 2024 IST | Bhumika
રાજકોટમાંથી ભૂતિયા ગેંગનો શખ્સ ઝડપાયો  સાત ચોરીની કબુલાત
  • વધુ એક મકાનને નિશાન બનાવે તે પહેલાં જ એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી લીધો
  • વધુ ત્રણ શખ્સોનાં નામ ખુલ્યા, સંજય વાટીકામાં થયેલી રૂા.13.25 લાખની ચોરીનો ભેદ પણ ઉકેલાયો

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરભોળ ચોરીના બનાવો વધતા જાય છે.ત્યારે થોડા દિવસ પહેલા યુનિવર્સિટી રોડ આવેલી સંજય વાટિકામાં રહેતા પરિવારના મકાનમાંથી રૂૂપિયા 13.25 લાખની ચોરી થઈ હતી.આ ચોરીમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો.આ બનાવમાં પોલીસની અલગ અલગ ટીમો સીસીટીવી ફુટેઝના આધારે તપાસમાં હતી ત્યારે ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબી ટીમે બાતમીના આધારે કાલાવડ રોડ પાસે લક્ષ્મીના ઢોળા પાસેથી ભૂતિયા ગેંગના એક શખ્સને ઝડપી લીધો હતો અને તેમની પૂછપરછમાં જામનગર,મેટોડા અને રાજકોટ સહિતની કુલ સાત ચોરીના ભેદ ઉકેલાયા છે.તેમજ આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ વ્યક્તિના નામ ખુલતા તેમની પણ શોધખોળ શરૂૂ કરવામાં આવી રહી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,યુનિવર્સીટી રોડ પર નીલ સીટી પાસેની સંજય વાટીકા સોસાયટીમાંથી એક રહેણાંક મકાન ખાતેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂૂપીયા 13,25,000/- ની ચોરી થઈ હોય જે ગુન્હાનો ભેદ ઉકેલવા એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમના સભ્યોએ સીસીટીવી ફુટેઝના આધારે તપાસ કરતા હેડકોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા, મૌલિકભાઈ સાવલિયા, જયપાલસિંહ સરવૈયા,જેન્તીગીરી ગોસ્વામીએ બાતમીને આધારે આરોપી રામસીંગ ઉર્ફે રામુ કાલુસીંગ અજનાર (ઉ.વ.27,રહે- હાલ ખારાવડ વાડી વિસ્તાર ધુતારપર ગામ તા.કાલાવડ જી.જામનગર મૂળ રાતમાલીયા ગામ તા.જોબટ જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ)ને પકડી લઈ તેમની પાસેથી રોકડ 50 હજાર,દાગીના અને મોબાઈલ સહિત રૂૂ.68,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તેની પૂછપરછમાં સંજય વાટીકામાં થયેલી ચોરી,દોઢેક મહિના પહેલા દોઢસો ફૂટ રિંગ રોડ સોમેશ્વર મંદિર પાછળ પ્રશાંત એપાર્ટમેન્ટ ના સાતમા માળે ફ્લેટમાંથી, એક વર્ષ પહેલા જામનગરના શમાણા ગામે આવેલી સોનીની દુકાનમાંથી દાગીના, દોઢ વર્ષ પહેલા મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મકાનમાંથી, કોઠારીયા ગામમાં સોનીની દુકાનેથી ચાંદીનું છતર અને સાંકડા,માધાપર સોસાયટી પાસે એક સાઇટની ઓફીસમાંથી ચોરીનો પ્રયાસ અને કાલાવડ રોડ પર એમટીવી હોટેલની સામે મકાનમાંથી પાંચેક મહિના પહેલા ચોરી કરી હતી.

Advertisement

આરોપીઓની પૂછપરછમાં રાજુ કેકડીયાભાઇ બધેલ(રહે.કદવાલ ગામ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ),મહેન્દ્ર કુંવરસિંહ મેડા (રહે.ભુતીયા ગામ તા.ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ) અને મડીયો લેપાભાઇ મેડા(રહે.જામકા ગામ તા.જી.ધાર મધ્યપ્રદેશ)નું નામ ખુલતા તેઓની શોધખોળ કરવામાં આવી છે.આરોપી રામસિંગ અને રાજુ અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.આરોપીઓ મધ્યપ્રદેશના ભૂતિયા ગામે રહેતા હોય જેથી ભૂતિયા ગેંગ તરીકે ઓળખાતી હતી.

ભૂતિયા ગેંગ મકાનની રેકી કરી ચોરી કરતી અને તે જ વિસ્તારમાં સંતાઈને બેસી રહેતી જેથી CCTVમાં ન આવે!
છેલ્લા દશેક વર્ષથી ગુજરાતમાં અલગ અલગ ગામોમાં ખેત મજુરી કરતા હોય જેથી અહિના વિસ્તાર રોડ રસ્તાથી માહિતગાર હોય જેનો લાભ લઇ પોતાની વતન રાતમાળીયા અને ભુતીયા ગામના માણસોને ગુજરાત બોલાવી શહેરના બંધ મકાનની રેકી કરી મકાનમાં કોઇ ના હોવાની ખાતરી કરતા તેમજ જ્યાં ચોરી કરવાની હોય ત્યાંના આજુબાજુના વિસ્તારમાં સંતાઇ ને બેસી રહેતા અને મોડીરાત્રે માણસોની અવર જવર ઓછી થતા ચોરીને અંજામ આપતા અને ચોરી કર્યા બાદ પણ તેજ જગ્યાએ સવાર સુધી સંતાઇ રહેતા કે જેથી પોલીસ કોઇ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરે તો તેમાં તેની અવર જવર ન દેખાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement