For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘોઘાની આંગણવાડીઓમાં ગરમીથી અકળાતું બાળપણ!

12:33 PM Apr 25, 2024 IST | Bhumika
ઘોઘાની આંગણવાડીઓમાં ગરમીથી અકળાતું બાળપણ
  • એર કંડિશનમાં મહાલતા સત્તાધિશો આંગણવાડીમાં પંખા ક્યારે મુકાવશે?

ભાવનગરના ઘોઘા ખાતેની આંગણવાડીઓ માં હાલનીં કાળઝાળ ગરમી માં પંખા નાં અભાવે અભ્યાસ માટે આવતા કુમળા ભૂલકાઓ ત્રાહીમામ પોકારી ઊઠતાં હોવાનીં વિગતો બહાર આવવા પામેલ હોય વાલીજનોનીં રજુઆત ઉગ્રતામાં પરીવર્તીત થાય ત્યાર પહેલા બાલ વિકાસ યોજના વિભાગ નાં અધિકારીઓ જાગૃત બને અને ગરમી માં અકળાતા બાળપણ ને મુક્ત કરાવે એ આજના સમયની માંગ છે. રાજ્ય સરકાર તરફ થી એક બાજુ શિક્ષણના સ્તરને સુધારવાની વાતો ચાલે છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આંગણવાડીઓ માં ઉનાળાની કાળઝાળ ગરમીમાં માસુમ ભૂલકાઓ અભ્યાસ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પભણશે ગુજરાતથ અભિયાન અંતર્ગત રાજય સરકાર દ્વારા આંગણવાડીઓમાં આવતા ભૂલકાંઓના આરોગ્ય તેમજ ખોરાક સહિતની બાબતે આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ અનેક સ્થળોએ વાસ્તવિકતામાં આંગણવાડીઓ માં કંઇક ચિત્ર અલગ જોવા મળી રહ્યુ છે. ઘોઘા ગામમાં કુલ 11 આંગણવાડી કેન્દ્રો આવેલા છે પરંતુ આ આંગણવાડી કેન્દ્રોમાંથી ભાગ્યે જ એક બે કેન્દ્રોમાં સિલિંગ પંખા હવા ફેકતા હોય તેવું જણાઈ આવેલ છે. પરિણામે નાની વયના કુમળા ભૂલકાઓ પંખાની હવા વગર ગરમીમાં બફાય ને અકળાઈ જાય છે.

Advertisement

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો સહુ કોઇ અનુભવ કરી રહ્યું છે. તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓએ માટે પંખા,એ.સી. સહિતના શીતળ પવનના ઉપ્લબ્ધ એવા તમામ વિકલ્પો ધમધોકાર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઘોઘા ગામની આંગણવાડીઓમાં ખામી યુક્ત અને ધીમા ફરતા પંખાને કારણે તમામ બાળકોને ગરમી સામે રક્ષણ મળી શકતું ન હોવાની સ્થિતિ જોવા મળી છે છેલ્લા એક સપ્તાહથી આકાશ માંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે. આ અસહ્ય ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.હજી ઉનાળાની શરુઆત નાં સમયે ગરમીનો પારો 38 ડીગ્રીની આસપાસ રહેતો હોય છે ત્યારે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સમયે આંગણવાડીઓમાં ધીમા ફરતા આ પંખાઓ ભૂલકાઓને કેવી રીતે ગરમી થી બચાવશે ?તેવા સવાલ જાગૃત વાલીજનો માંથી ઉઠવા પામેલ છે. ઘોઘા ગામની મોટાભાગની આંગણવાડીમાં સિલીંગ પંખા ખામી યુક્ત હોવાથી ખૂબ જ ધીમા ચાલે છે જેથી માસુમો આવી કાળઝાળ ગરમીમાં પણ ના છૂટકે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. આંગણવાડીઓ માં અન્ય સગવડોની વાત તો બાજુ પર રાખીએ તો પ્રાથમિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. ત્યારે એર ક્ધડીશન ચેમ્બરોમાં બેસી ખુરશી ગરમ કરતા અધિકારીઓ પદાધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા બાળકોને ભણાવવા માટે નવી નવી યોજનાઓ બહાર પાડે છે ત્યારે આંગણવાડીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારે તકેદારી રાખવામાં ન આવતા વાલીઓમાં ભારો ભાર રોષ ની લાગણીઓ જોવા મળી રહી છે. જ્યારે આંગણવાડીની સ્થળ મુલાકાત માટે જતા સુપરવાઈઝરો પણ આ અંગે કોઈ લક્ષ્ય ન આપતા હોવાથી અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આવી અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં નાના કુમળા બાળકો આંગણવાડીમાં કેમ અભ્યાસ કરતા હશે ? એ વિચાર માંગી લેતો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

સીડીપીઓ-સુપરવાઈઝર ઘોર નિદ્રામાં?
ઘોઘા સીડીપીઓ અને સુપરવાઈઝરની કામગીરી પર પણ અનેક સવાલ જોવા મળ્યા છે સરકારી કચેરીઓમાં પણ બે ટેબલો વચ્ચે એક પંખો ફરતો હોય છે ત્યારે આંગણવાડીના મસમોટા રૂૂમમાં 30 થી 50 બાળકો બળબળતી બપોરે બંધ અને ધીમા ચાલતા પંખાથી કેવી રીતે પવન મેળવી શકે ? આ મામલો વાલીઓ તરફથી ઉગ્ર રજૂઆત માં પરીવર્તીત થાય ત્યાર પહેલા આંગણવાડી વિભાગ તરફથી પંખાની સુવિધા મામલે સત્વરે કાર્યવાહી હાથ ધરવી જોઇએ અને કુમળા ભૂલકાઓ ને આ કાળઝાળ ગરમીમાં થી મુક્ત કરાવવામાં આવે તેવી વ્યાપક માંગણીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement