For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.જી. હોસ્પિટલમાં ઓપીડી સુધી રિક્ષા પહોંચી જવાનું પ્રકરણ: ચાલક નશામાં હોવાની આશંકા

11:55 AM Jun 07, 2024 IST | Bhumika
જી જી  હોસ્પિટલમાં ઓપીડી સુધી રિક્ષા પહોંચી જવાનું પ્રકરણ  ચાલક નશામાં હોવાની આશંકા
Advertisement

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપીડી ના વોર્ડ સુધી ગઈકાલે રાત્રે ઓટો રીક્ષા પહોંચી ગઈ હોવાથી હોસ્પિટલની સુરક્ષા એજન્સીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે. જે અંગેનો વિડીયો ગઈકાલે વાયરલ થતાં ચકચાર જાગી છે. બીજી તરફ આ બનાવવા અંગે હોસ્પિટલના તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજ ના ડીન દ્વારા સિક્યોરિટી સ્ટાફ ને પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને લાવવા- લઈ જવા માટે હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વ્હીલચેર ,સ્ટ્રેચર સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે, અને દર્દી અથવા તો તેમના સગાઓ એમ્બ્યુલન્સ વગેરે મારફતે દર્દીને સ્ટ્રેચર વગેરેમાં ટ્રાન્સફર કરીને અંદર લઈ જતા હોય છે.

પરંતુ ગઈકાલે એક ઓટોરિક્ષામાં દર્દીને છેક અંદર સુધી ઓપીડી વોર્ડના દ્વારા સુધી લઈ જવામાં આવ્યા હતા. જે અંગેનો વિડીયો શહેરમાં વાયરલ થતાં હોસ્પિટલ વર્તુળમાં ભારે ચકચાર જાગી છે. જી.જી. હોસ્પિટલના ઓપીડી વોર્ડ સુધી ઓટોરિક્ષા કઈ રીતે પહોંચી, અને સિક્યુરિટી વિભાગ શું કરતો હતો ? તે પણ સવાલ થઈ રહ્યા છે. આ અંગે મેડીકલ કોલેજ નાં ડીન ડો.નંદિનીબેન દેસાઈ અને તબીબી અધીક્ષક ડો. દીપક તિવારી નાં જણાવ્યા મુજબ આ બનાવ ની ગંભીર નોંધ લેવામાં આવી છે.અને સિકયોરીટી નાં જવાનો ને પણ ફરજ પ્રત્યે સચેત રહે તે માટે એજન્સી ને સૂચના આપવામાં આવી છે. અને સિક્યુરિટી જવાન યોગ્ય રીતે ફરજ ન બજાવે તો તેને મેમો આપવા, પગાર કપાત કરવા અથવા જરૂૂર પડયે નોકરીમાંથી છૂટા કરવા પણ જણાવી દેવાયું છે. તેમજ આ બનાવ માં પોલીસ ફરિયાદ કરવા ની પણ સૂચના આપવામાં આવી છે. રિક્ષા ચાલક નશા મા હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement