For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાવકી નજીક ગેસની લાઇન તૂટતાં ગેસ ગળતર

04:55 PM Jun 10, 2024 IST | admin
રાવકી નજીક ગેસની લાઇન તૂટતાં ગેસ ગળતર
Advertisement

રોડના કામ દરમિયાન અજાણ્યા વાહનચાલકે તોડી નાખી, ફાયર બ્રિગેડે વાલ્વ બંધ કરી દુર્ઘટના અટકાવી

શહેરની ભાગોળે રાવકી નજીક તરવડા જવાના માર્ગે આજે સવારે ગેસની લાઇન તૂટયા બાદ ગળતર ચાલું થયું હતું.

Advertisement

પણ જાગૃત નાગરીકની સજાગતાથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ગેસ લાઇનમાંથી રીપેરીંગ વચ્ચે ગેસ ગળતર બંધ કરીને દુર્ઘટનાને રોકી હોવાનું જાણવા મળ્યુ છે.

આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે નવેક વાગ્યાની આસપાસ રાવકી ગામ નજીક, તરવડા જવાના રસ્તે જી.એસ.પી.સી.ની ગેસ લાઇનમાંથી ગળતર થતું જોવા મળતાં ઘનશ્યામભાઇ નામના જાગૃત નાગરીકે મવડી ફાયર સ્ટેશન પર જાણ કરી હતી.

દરમિયાન મવડી ફાયર સ્ટેશનના પરેશ ચુડાસમા, અનિલ સોંલકી, પ્રકાશ રાઠોડ, તેમજ પ્રફુલભાઇ લખતરીયા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કોઇ અજાણ્યા વાહન દ્વારા રોડ કામ દરમિયાન ગેસની લાઇન તૂટી હોવાનું બહાર આવ્યું હતું.

બીજીબાજુ આ બાબતે તાત્કાલિક જીએસપીસીના સંબંધિતોને ફાયર સ્ટાફે જાણ કરી ગેસ લાઇનનો વાલ્વલ બંધ કરાવવા ગેસ કંપનીના ટીમ લીડર સંજય પટેલે બાકીની કાર્યવાહી કરાવી ગેસ ગળતર અટકાવ્યું હતું.
આમ, જાગૃત નાગરીકની સજાગતા અને ફાયર સ્ટાફની સમય સુચક્તાથી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ ગેસના લીકેઝિંગને બંધ કરી દેવાતા રસ્તે આવતા જતાં રાહદારીઓ, વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement