For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાંથી નબીરાઓએ મંગાવેલો 3.50 કરોડનો ગાંજો ઝડપાયો

05:45 PM Jun 22, 2024 IST | Bhumika
અમદાવાદમાંથી નબીરાઓએ મંગાવેલો 3 50 કરોડનો ગાંજો ઝડપાયો
Advertisement

અમેરિકા, લંડન, કેનેડા સહિતના દેશોમાંથી ગિફ્ટ આર્ટીકલની આડમાં આવેલા 58 પાર્સલોમાંથી 11.601 કિલો ગાંજો અને 60 બોટલ મળી આવી

નશાની લતે ચડેલા ટીનએજર્સનું કાઉન્સેલિંગ કરી પોલીસે જબરા નેટવર્કનો કરેલો પર્દાફાશ, પોસ્ટ ઓફિસમાંથી સ્નીફર ડોગની મદદથી માદક પદાર્થોના પાર્સલો શોધી કાઢ્યા

Advertisement

ગુજરાતમાં નશાખોરો હવે આધુનિક પધ્ધતિથી માદક પદાર્થોનો જથ્થો મંગાવતા હોવાનું રેકેટ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમેરિકા, લંડન અને કેનેડાથી આવેલા 58 જેટલા પાર્સલની સ્નીફર ડોગના મદદથી તપાસ કરાવતા હાઈબ્રીડ ગાંજો અને લીકવીડ ફોર્મમમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 3.48 કરોડ છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદના પેડલરો મારફતે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, વાપી, વલસાડ સહિતના શહેરોમાં નબીરાઓ આ લીકવીડ ફોર્મમાં ગાંજો મંગાવતા હોવાનો મોટો ખુલ્લાસો થયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પોસ્ટઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં તપાસ કરતાં 11 કિલો 601 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3.48 કરોડ છે તેમજ આ જથ્થા સાથે લીકવીડ ફોર્મમાં ગાંજો મળી આવ્યો હતો. 8 મીલી ગ્રામની એક સીસી એવી 72 હજારની કિંમતની 60 સીસી કે જે ઓપીએમએસ ગોલ્ડ લીક્વીડ ક્રેટોમ નામની આ 8 મીલી ગ્રામની એક સીસીમાં લિક્વીડ ફોમમા ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ રૂા. 3.48.75000ની કિંમતનો જથ્થો ક્રાઈમ બ્રાંચે કબ્જે કર્યો હતો.

નશીલા પાદાર્થો સપ્લાય કરનાર આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ નવતર મોડેસોપેન્ડીથી આ જથ્થો મોકલાવ્યો હતો. વિદેશમાં અમેરિકા, યુકે અને કેનેડાથી નાના બાળકોના રમકડા તેમજ બેબી બુટી, બેબી ડાયપર, ફોટોફ્રેમ, ચોકલેટ, જેન્ટ્સ જેકેટ, લેડીઝ ડ્રેસ, લંચબોક્સ, વીટામીન કેન્ડી, સ્પીકર, એન્ટીક બેગ વગેરેમાં છુપાવેલો આ ગાંજાનો જથ્થો ગુજરાતના અમદાવાદમાં મોકલાવમાં આવ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એસીપી પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કે, આ જથ્થો અલગ અલગ 58 જેટલા પાર્સળોમાં મળ્યો હોય જે પાર્સલને શોધવા માટે અમદાવાદ શહેર ડોગસ્ક્વોડની સ્નીફર ડોગની મદદ લેવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતના અલગ અલગ શહેરોમાં 16થી 17 વર્ષના મોટા પરિવારના નબીરાઓ અમદાવાદના પેડલરની મદદથી આ માદક પદાર્થનો જથ્થો મગાવતા હતાં.

મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદના ડ્રગ્સ પેડલરો ડાર્કવેબથી અમેરિકા, લંડન અને કેનેડાના ડ્રગ્સ માફિયાઓનો સંપર્ક કરી પાર્સલ મારફતે આ જથ્થો મંગાવી તેને ગીફ્ટ પેકીંગ કરીને પોસ્ટ મારફતે અથવાકુરિયર મારફતે સપ્લાય કરવામાં આવતો હતો.

રાજકોટ-અમદાવાદ અને વડોદરામાં હાઈબ્રિડ ગાંજો સપ્લાયનું નેટર્વક
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા આ ડ્રગ્સ રેકેટની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે જે હાઈબ્રીડ ગાંજો અને લીકવીડ ફોર્મમાં જે ગાંજો ઝડપી પાડ્યો છે. તેને રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં સપ્લાય કરવાનું હતું. મોટાભાગના શ્રીમંત પરિવારના 16થી 17 વર્ષના નબીરાઓ આ હાઈબ્રીડ ગાંજો મંગાવે છે અને ગુજરાતમાં અમદાવાદથી પેડલરો તેને અલગ અલગ શહેરોમાં રમકડા અને પુસ્તકમાં પાર્સલ કરીને મોકલાવે છે. આ માદકપદાર્થનું નેટવર્ક રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં મોટુ નેટવર્ક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement