For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના રાણીંગપર ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું 11.64 લાખનો મુદ્દામાલ જપ્ત

11:55 AM Dec 01, 2023 IST | Sejal barot
જસદણના રાણીંગપર ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું 11 64 લાખનો મુદ્દામાલ જપ્ત

સૌરાષ્ટ્ર-ગુજરાતના નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે ત્યારે નશાકારક પદાર્થમાં ધોમ કમાણી કરી લેવા માટે હવે ખેડૂતો નશીલી ખેતી કરવા લાગ્યા છે., તાજેતરમાં જ સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં પાંચ ખેતરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતુ. જ્યારે ગઈકાલે રાજકોટ રૂરલ એસઓજીને મળેલી ચોક્કસ માહિતીના આધારે જસદણનાં રાણીંગપર ગામે છાપો મારી ગાંજાનું વાવેતર ઝડપી લઈ ખેડૂતની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુૂજબ, રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા રાતોરાત પૈસા વાળા બનવા માટે નશીલી ખેતી કરવા લાગ્યા હોવાની બાતમીના આધારે ગઈકાલે એસઓજીના સ્ટાફે એફએસએલના અધિકારીઓને સાથે રાખી જસદણના રાણીંગપર ગામે છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન વાડીમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.
પોલીસે વાડીમાંથી લીલા ગાંજાના 45 છોડ કબજે કર્યા હતાં. જેનો વજન 116.400 કિ.ગ્રા.થતું હોય પોલીસે 11,64,000નો ગાંજાનો જથ્થો કબજે કરી રાણીંગપર ગામે રહેતા ખેડૂત બાબુભાઈ તરશીભાઈ સોમાણી (ઉ.54)ની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીને રીમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંજાના વાવેતર માટે બીયારણ કયાંથી લાવ્યો? તે અંગે તપાસ હાથ ધરી છે. આ દરોડાની કાર્યવાહીમાં જસદણ સર્કલ પીઆઈ એચ.એમ.રાઠોડ, એસઓજી પીએસઆઈ બી.સી.મીયાત્રા, અતુલભાઈ, જયવીરસિંહ, હિતેશભાઈ, અમીતભાઈ, ભગીરથસિંહ, વિજયભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement