For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે ગેનીબેન

04:20 PM Jun 12, 2024 IST | Bhumika
કાલે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે ગેનીબેન
Advertisement

સાંસદ બનતા ગેનીબેન ઠાકોર ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે. ગેનીબેનનાં રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે.

આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement