For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, હવે સંભાળશે આ મોટી જવાબદારી

02:56 PM Jun 13, 2024 IST | Bhumika
ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું  હવે સંભાળશે આ મોટી જવાબદારી
Advertisement

હાલમાં જ ગુજરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા હતા. ગુજરાતની 25 સીટો પર ભાજપે જીત થઇ હતી જયારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંઠાની લોકસભા સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોર કે જેઓ વાવ વિધાનસભા સીટનાં ધારાસભ્ય પદે હતા. તેમેણે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા ધારાસભ્ય પદેથી તેમને આજે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે. ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે.

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement