For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેનીબેન ઠાકોર પાસે માત્ર 36.39 લાખની મિલકત, 11.64 લાખની રોકડ હાથ પર

12:36 PM Apr 17, 2024 IST | Bhumika
ગેનીબેન ઠાકોર પાસે માત્ર 36 39 લાખની મિલકત  11 64 લાખની રોકડ હાથ પર

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં તેઓ સારી એવી રોકડ સોના ચાંદીના દાગીના અને મોંઘીદાટ ગાડી સાથે 36.29 લાખની મત્તા ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમના પતિ એક બાઇક સાથે 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત નામુ રજૂ કર્યું છે.

Advertisement

લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પોતાની મિલકત અંગે સોગંધનામુ ફરજિયાત રજૂ કરવાનું થતું હોય છે. જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાની અને તેમના પતિની મિલકત અંગે સોગંધનામુ રજૂ કર્યું છે. જેમાં મહિલા ઉમેદવારના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 11,64,432 રોકડ રકમ, 10.50 લાખની એક ગાડી અને 10.50 લાખના પંદર તોલા સોનાના દાગીના અને 2.45 લાખની 3.5 કિલો ગ્રામ ચાંદી મળી કૂલ 36.29.433ની મિલકત ધરાવતા હોવાનું અને તેમના પતિ શંકરજી એક બાઇક સહિત 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત કરી છે. ઉમેદવારો દ્વારા પોતાની સંપતિ અને બેન્ક એકાઉન્ટની તમામ વિગતો સોગંદ નામું કરી ને જાહેર કરવાની હોય છે સાથેજઉમેદવાર પર કોઈ ક્રિમિનલ કેસ હોય તો એની વિગત પણ જાહેરાત માધ્યમ દ્વારા ચુંટણી સમયમાં બે વાર જાહેરાત આપીને જાહેર કરવાનો નિયમ હોય છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના તોખાર ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ પ્રચાર સાથે કાર્યકરો તથા મતદારો પાસેથી ચૂંટણી ફાળો પણ ઉઘરાવી રહ્યા છે અને રોજ રૂા. એકથી દોઢ લાખનો ફાળો એકત્ર થતો હોવાની ગેનીબેને દાવો કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement