For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સે પાક. વીડિયો કોલ કર્યો

04:30 PM Jun 18, 2024 IST | Bhumika
સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સે પાક  વીડિયો કોલ કર્યો
Advertisement

જેલમાં બેઠા બેઠા જ પાકિસ્તાની મિત્રને ઇદની શુભેચ્છા પાઠવ્યાનો વીડિયો વાઇરલ થતા ખળભળાટ

હાઇસિકયોરિટી ઝોનમાં લોરેન્સ બિશ્નોઇને મોબાઇલ પહોંચાડનાર કોણ?

Advertisement

સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ઇદના દિવસે જેલમાંથી પાકિસ્તાન પોતાના મિત્રને વિડીયો કોલ કરી ઇદની શુભેચ્છા આપ્યાનો વિડીયો વાઇરલ થતા આ મામલે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. જેલમાં હાઇ સિકયોરીટી ઝોનમાં બંધ લોરેન્સને મોબાઇલ કોણે આપ્યો? મદદગાર કોણ? તે બાબતે ભારે ચર્ચા જાગી છે. હાઇ સીકયુરીટી બેરેકમાં ગેંગસ્ટર લોરેન્સ સુધી મોબાઇલ પહોંચી ગયો છતા જેલ સતાવાળાઓ ઉંઘતા ઝડપાતા ભારે ચકચાર જાગી છે.

ગુનાઓની દુનિયામાં બદનામ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. હાલ લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો. ત્યારે સાબરમતી જેલના તંત્ર પર મોટો સવાલ ઉઠ્યો છે કે, લોરેન્સ પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો.

પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં હાલ તે સાબરમતી જેલમાં છે. તેને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં બેસેલા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હતો.
લોરેન્સને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ એક સવાલ છે. કોણે લોરેન્સને ફોન આપ્યો, કોણ છે જેલમાં બંધ લોરેન્સનો મદદગાર. વીડિયો કોલથી જેલ તંત્ર પર સવાલો ઉઠ્યા છે. સાબરમતી જેલમાં અગાઉ પણ અનેક કેદીઓ પાસેથી મોબાઈલ પકડાઈ ચૂક્યા છે. ત્યારે ગેંગસ્ટરના પાકિસ્તાન કોલથી ખળભળાટ મચી ગયો છે.

એઆઇ જનરેટેડ વીડિયો હોઇ શકે: DYSP
સાબરમતી જેલના ડીવાયએસપીનું કહેવું છે કે આ વીડિયો એઆઈ જનરેટેડ હોઈ શકે છે. ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં છે. વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે. સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે. લોરેન્સને 10 ખોલી બેરેકમાં આઇસોલેટ રખાયો છે. જેલમાં રૂૂટિન પ્રમાણે સવાર અને સાંજ ચેકિંગ થતું રહે છે. લોરેન્સ બિશ્નોઈને સ્પેશ્યિલ સેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લોરેન્સના બેરેકમાં જવાની અધિકારી સિવાય કોઇને મંજૂરી નથી તો પછી તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ લોરેન્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહી છે. ઘટના સામે આવતા જ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખાસ નિવેદન આપ્યું છે અને કહ્યું કે વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જો આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો અને હવે તેની તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે.

ઘટનાની તપાસના આદેશ અપાયા છે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
લોરેન્સના વીડિયો કોલ પર ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ અંગે જાણ થઈ છે, સત્ય જાણવાનું બાકી છે. આવી ઘટના બની હોય તો ખોટી બાબત કહેવાય. સત્ય જાણવા તપાસના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બર, 2023 ના સમય દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી. વીડિયો 16 સપ્ટેમ્બર, 2023 ના રોજ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement