For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીભૂમિમાં ગુંડા સફાઇ અભિયાન: કુખ્યાત છેલાણા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો

11:21 AM Dec 16, 2023 IST | Sejal barot
ગાંધીભૂમિમાં ગુંડા સફાઇ અભિયાન  કુખ્યાત છેલાણા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો

એક સમયે પોરબંદરનું નામ જુદી જુદી ગેંગોને લીધે બદનામ થતું હતું.હવે આવી પરિસ્થિતિ ફરી ઉત્પન્ન ન થાય તે માટે પોલીસ સક્રીય બની છે.ઓડદર ગામે રહેતા માથાભારે છેલાણા ગેંગના સભ્યો દ્વારા બેથી લઇને અઢાર જેટલા ગુન્હાઓ આચરીને ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, રાયોટીંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હોવાથી જિલ્લા પોલીસવડાએ ગાંધીજીની ભૂમિમાં ગુંડાઓનું સ્વચ્છતા અભિયાન હાથ ધરીને છેલાણા ગેંગના લીડર અને તેના નવ સાગરિતો મળી કુલ દસ શખ્સો સામે ગુજ-સી-ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે.
જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ માહિતી જાહેર કરી હતી કે,ઓડદર ગામે જુદા-જુદા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગના સભ્યો સામે બે થી લઇને અઢાર ગુન્હાઓ નોંધાયા છે.
તેથી આ છેલાણા ગેંગ સામે ગુજ-સી- ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી.ને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરખાસ્ત મોકલી હતી.
આ દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર મારી દેવાતા પોરબંદરની કોર્ટમાં ગેંગ લીડર રમેશ છેલાણા અને તેના નવ સાગરીતો સામે ગુજ-સી-ટોક હેઠળ કોર્ટમાં કેસ દાખલ થયાનું જણાવ્યું હતું અને આ સમગ્ર કેસની તપાસ હવે સી.ટી. ડી.વાય.એસ.પી. કરશે.
ઓડદરની છેલાણા ગેંગના લીડર રમેશ છેલાણા સામે નવ જેટલા ગુના નોંધાયા છે તો કાના રાણા છેલાણા સામે અઢાર જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાનું એસ.પી.એ જાહેર કર્યુ હતું.
આરોપીઓને પોરબંદર પોલીસ અન્ય રાજ્યમાંથી પકડીને લાવી હતી અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં કલમ 307, 452, 143, 147, 148, 149, 323, 504, 506(2) તથા આર્મ્સ એકટ કલમ-25 (1)બી એ, તથા જી.પી.એકટ કલમ-135 મુજબ રમેશ ભીખાભાઇ છેલાણા, કાના રાણાભાઇ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઇ છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બધાભાઇ છેલાણા રહે. તમામ ઓડદર ગામ રબારી કેડા મોમાઇ માતાના મઢ પાસે રહે છે આ તમામ સામે કાર્યવાહી ગુજ-સી-ટોક હેઠળ થઇ છે.
પોલીસ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અન્ય છ શખ્શો કોણ છે? તેના નામ જાહેર કરવામાં આવ્યા નથી અને તેઓ ના નામ જાહેર થશે તો ભાગી જશે તેવી આશંકા દર્શાવીને પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરવામાં આવ્યા ન હતા.પોરબંદરના જિલ્લા પોલીસવડાએ જાહેર અપીલ કરીને એવું જણાવ્યું હતું કે આ ગેંગના આતંકનો કોઇ ભોગ બન્યા હોય તો હજુ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી શકે છે.

Advertisement

ગુનો આચરીને ભેગી કરેલી મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઇ

ઓડદરની છેલાણા ગેંગની ગેરકાયદેસર કબ્જો જમાવીને એકત્ર કરવામાં આવેલી મિલ્કત પણ ટાંચમાં લેવાઇ શકે છે.સંગઠિત ગુન્હા સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલા પુરાવા ગ્રાહ્ય રખાશે તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે.સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement