સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

સુરેન્દ્રનગરના મજેઠી-રાજપરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતાં દાદા-પૌત્ર અને સાળાનું ઘટનાસ્થળે થયું મોત

06:48 PM Jun 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.આ બનાવમાં સાળા-બનેવી પોતાના પરિવારના સંતાનો સાથે બાઈક પર બેંકમાંથી સ્કોલરશીપ ઉપાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.

વધુ વિગતો મુજબ,પાટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષના કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી પોતાના 8 વર્ષના પૌત્ર રોનક મેરૂૂૂભાઇ પાંચાણી અને પોતાના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અન્ય બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂૂૂભાઇ પાંચાણીને મોટરસાયકલ પર લઈને ભડેણાથી કમાલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છોકરાઓના સ્કોલરશિપના નાણાં ઉપાડવા જઈ રહ્યાં હતા.ત્યારે સામે મજેઠીથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમા દૂધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમા જતું રહ્યું હતું.જ્યારે મોટરસાયકલ પર સવાર બધાય લોકો રોડ નીચે પટકાયા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનામાં દાદા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી(ઉ.વ.60)અને એમના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી(ઉ.8)ને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને એમની દીકરી આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા એમને ગંભીર હાલતમાં 108 મારફતે વિરમગામ શાલિગ્રામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જેમાં મૃતક કેસભાઈ પાંચાણીના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયાનું પણ વિરમગામ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાના પગલે ભડેણા સરપંચ રાજુભાઈ સહિતના ગ્રામજનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કર્યો હતો.આ ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતા દૂધના ટેન્કરે મોટરસાયકલને 17 ફૂટ સુધી ઢસડ્યા હતા.

આઠ મહિના અગાઉ ઘરના મોભીનું વીજશોકમા મોત થયું

પાટડી તાલુકાના ભડેણા ગામે રહેતા મેરૂભાઇ પાંચાણીનું અંદાજે આઠ મહિના અગાઉ ખેતરમાં શોર્ટ સર્કિટ થતાં વીજશોકમા મોત નિપજ્યું હતું. અને આજે એમના પિતા કેસાભાઈ ગંગારામભાઈ પાંચાણી અને પુત્ર રોનક મેરૂભાઇ પાંચાણીનું પણ અકસ્માતમા મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

રોંગ સાઈડમાં આવતું દૂધનું ટેન્કર અથડાતા આ બનાવ બન્યો : રાજુભાઈ પાંચાણી

આ અકસ્માતમા મોતને ભેટનારા ઘનશ્યામભાઈ ઝાંપડીયા કાયમ 30ની સ્પીડે જ મોટરસાયકલ ચલાવે છે. આ ઘટના બાદ અમે ઘટના સ્થળે પહોંચીને જોતા દૂધનું ટેન્કર રોન્ગ સાઈડમાં આવીને બાઈક સાથે ધડાકાભેર અથડાઈને રોડ નીચે ઉતરીને ખેતરમાં જતું રહ્યું હતું. કદાચ આ દૂધનું ટેન્કર રાજપર ગામે રોન્ગ સાઈડમાં આવતી ડેરીમાં દૂધ ભરવા રોન્ગ સાઈડમાં જતું હોવાની આશંકા છે.

Tags :
deathgujaratgujarat newsMajethi-Rajpara highwaySurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement