For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: મુળી-સરા રોડ પર ડમ્પરની પાછળ કર ઘુસી જતાં ત્રણલોકોના ઘટનાસ્થળે જ મોત

10:57 AM Jan 17, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત  મુળી સરા રોડ પર ડમ્પરની પાછળ કર ઘુસી જતાં ત્રણલોકોના ઘટનાસ્થળે જ મોત

Advertisement

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મુળી-સડલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયંકર અકસ્માત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનાની અજન થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયની લાશને હોસ્પિટલમાં પોસ્મોટમ અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ સામે આવી નથી.

સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement