For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલી જૂગટું ખેલતા વધુ 40 ખેલૈયા ઝડપાયા

12:15 PM Jun 15, 2024 IST | admin
રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલી જૂગટું ખેલતા વધુ 40 ખેલૈયા ઝડપાયા
Advertisement

ઉપલેટાના ડુમિયાણીમાં વાડીમાં ચાલતું જુગારધામ મળી આવ્યું: 1.79 લાખનો મુદ્દામાલ કબજે

શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં જાણે જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થઈ ગયા છે. ગઈકાલે જસદણ વિંછીયા પંથકમાં જુગારધામના અડધો ડઝન દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લામાં વધુ આઠ સ્થળેથી જુગાર રમતા 40 ખેલૈયાઓની પોલીસે ધરપકડ કરી 1,39,660ની રોકડ રકમ કબજે કરી હતી.

Advertisement

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમીયાણી ગામની સીમમાં જુગારધામ શરૂ થયું હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ કાફલા સાથે વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગટુ ખેલતા ડુમીયાણીના વાડી માલિક જેતાભાઈ લક્ષ્મણભાઈ ભારાઈ, ડુમીયાણીના ચનાભાઈ ભગાભાઈ વંશ, અશોકભાઈ બાવનજીભાઈ ઘેટીયા, ઉપલેટાના રાજેશ પરબતભાઈ બોરખતરીયા, સોડવદરના ઈસ્માઈલ ઈબ્રાહીમ ઠેબા, ભરતસિંહ મનુભા જાડેજા, સુપેડીના કાંતિલાલ છગનભાઈ ગોવાણી અને નાની વાવડીનાં ગોરધન ગોપાલભાઈ ડઢાણીયાની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે આ જુગારધામમાંથી 28,150ની રોકડ રૂા.26,500ની કિંમતના 8 મોબાઈલ ફોન અને 1.25 લાખની કિંમતના પાંચ મોટર સાઈકલ મળી કુલ 1,79,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત ઉપલેટામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા મગનભાઈ ઉર્ફે બોઘાભાઈ ભીમજીભાઈ પાટડીયા, હરેશ ગોવિંદભાઈ ભીંભા, હરેશ કરશનભાઈ કલારીયા, હરસુખ ભુરાભાઈ જલુ, દિલીપ પોલાભાઈ સોલંકી અને દિપક વિનુભાઈ બગડાની પોલીસે ધરપકડ કરી 29,730ની રોકડ રકમ કબજે કરી હતી.
આ ઉપરાંત આટકોટમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને 38,650ની રોકડ સાથે જસદણમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને 21,910ની રોકડ સાથે, ભાડલા પોલીસ સ્ટેશનના ખડવાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને 2,130ની રોકડ સાથે, આટકોટ પોલીસ સ્ટેશનના બળધોઈ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને 16,120ની રોકડ સાથે અને જસદણનાં વાજસુરપરામાંથી રૂા.5,870ની રોકડ સાથે જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement