For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયલા પાસેથી જુગારનો અખાડો ઝડપાયો: 11ની ધરપકડ

01:19 PM Jan 11, 2024 IST | Bhumika
સાયલા પાસેથી જુગારનો અખાડો ઝડપાયો  11ની ધરપકડ

પોલીસની મીઠી નજર હેઠળ ધમધમતા જુગારધામમાંથી 4.40 લાખની રોકડ સહિત 16.31 લાખનો મુદ્દામાલ કબજે: સાત શખ્સો નાસી છૂટયા: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાણીયા ગામની સીમમાં ચાલતા જુગારના અખાડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી જુગાર રમતા 11 શખ્સોની ધરપકડ કરી રોકડ, વાહન અને મોબાઇલ ફોન મળી 16.31 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જો કે પોલીસના દરોડા દરમિયાન બે ભાઇ સહીત 7 શખ્સો નાસી છુટયા હતા.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાણીયા ગામે પોલીસની મીઠી નજર હેઠળ જુગારધામ ધમધમતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોકકસ બાતમીના આધારે નવાણીયા ગામની સીમમાં મકાનમાં ચાલતા જુગારના અખાડા પર છાપો માર્યો હતો.

Advertisement

પોલીસના દરોડા દરમિયાન જુગટુ રમતા સુરેન્દ્રનગરના મનસુખ રણછોડ પરમાર, સાયલાના રમઝાન ઇબ્રાહીમ કારવા, મુળીના વિપુલ મોતીભાઇ ઝાલા, વઢવાણના હશુ અમરસંગ સોલંકી, લીંબડીના અરવીંદ બચુભાઇ ગઢવી, રાજકોટના અલ્તાફ બશીરભાઇ ખીયાણી, બશીર હસનભાઇ ખીયાણી, ધ્રાંગધ્રાના રહેમાન ગુુલામરસુલ સામતાણી, સુરેન્દ્રનગરના હુશેન સીદીક કજારીયા, સુરેન્દ્રનગરના મીતુલ ઇશ્વરભાઇ મકવાણા અને વઢવાણના જેઠાભાઇ ગણેશભાઇ કણજારીયાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જુગારના અખાડામાંથી રૂા. 4,40,000ની રોકડ રકમ રૂા. 71000ની કિંમતના 13 મોબાઇલ ફોન અને 11.20 લાખની કિંમતની થાર ગાડી, ક્રિયા કાર અને બાઇક મળી કુલ 163100નો મુદામાલ કબજે કર્યો હતો.
જુગારના અખાડાના સંચાલક સાયલાના જીતુ નટવરભાઇ પરમાર, પ્રદીપ નટવરભાઇ પરમાર, લીંબડીના હિંમત દલપતભાઇ ડાભી, સુરેન્દ્રનગરના સલીમ સુુલેમાન, વઢવાણના હાજીભાઇ અને સુરેન્દ્રનગરના રણછોડ નાગજી પરમાર પોલીસને જોઇને નાસી છુટવામાં સફળ થયા હતા.

આ દરોડાની કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય અને ડી.વાય.એસ.પી. કે.ટી. કાપડીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. કે.બી. સંખલા સહીતના સ્ટાફે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement