For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલાયામાં જુગાર દરોડો, પત્તા ટીંચતા ચાર ઝડપાયા

11:57 AM Dec 12, 2023 IST | Sejal barot
સલાયામાં જુગાર દરોડો  પત્તા ટીંચતા ચાર ઝડપાયા

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ડી.વી. નગર પાસે પોલીસે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા કાસમ જૂનસ ગજ્જણ, સદામ સલીમભાઈ ભગાડ, નૂરમામદ ઈશાભાઈ લોરૂૂ અને જાકુબ અબ્દુલ ભાયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 3,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકા તાલુકાના વાંચ્છું ગામના ઝાપામા ઓટલા ઉપર બેસીને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા જાદવભા જીવાભા કેર અને વિજેશ ભોજાભા બઠીયા નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
છરી સાથે યુવાન ઝડપાયો
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા અજમેર પીરની ટેકરી વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે અકરમ સંઘાર નામના 25 વર્ષના યુવાનને પોલીસે મિલન ચાર રસ્તા પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement