For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વેશ્ર્વર સોસાયટીમાંથી જુગાર ક્લબ ઝડપાઈ: વેપારી સહિત નવ શખ્સો પકડાયા

05:35 PM Jan 29, 2024 IST | Bhumika
વિશ્વેશ્ર્વર સોસાયટીમાંથી જુગાર ક્લબ ઝડપાઈ  વેપારી સહિત નવ શખ્સો પકડાયા

શહેરના મવડી ચોકડી પાસે આવેલી વિશ્ર્વેશ્ર્વરઅ સોસયટીમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં માલવીયા પોલીસે દરોડો પાડી વેપારી સહિત નવ શખ્સોને ઝડપી રૂા.72,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવની વિગતો અનુસાર, મવડી ચોકડી પાસેની વિશ્ર્વેશ્ર્વર સોસાયટીમાં મોર્ડ મેકઅપ સ્ટુડિયો એન્ડ એકેડમી ઉપર આવેલા મકાનમાં રહેતા જયેન્દ્રભાઈ મનુભાઈ પરમારના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં માલવીયા પોલીસ મથખના અજયભાઈ વિકમા, સોનાબેન મુળીયા અને ભાવેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વેપારી જયેન્દ્ર મનુભાઈ પરમાર, ખોડીયારનગરમાં રહેતા ધર્મેન્દ્રપરી અશ્ર્વિનપરી ગૌસ્વામી (બાવાજી), આશિષ ભીખાભાઈ ટાંક, હિતેષ લાખાભાઈ મારકણા, પ્રવિણ હીરા કુંભારવાડીયા, દિપક ભીખાભાઈ વાંક, યોગરાજસિંહ કુંવરસિંહ જાડેજા, રૂત્વીક ધનજીભાઈ ઢોલરીયા અને અક્ષતાબેન મુકેશભાઈ ચોહલીયાને પકડી લઈ તેઓ પાસેથી રૂા.72,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓ કેટલા સમયથી જુગાર ચલાવતા હતાં ? એ અંગે હાલ માલવઈયા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Advertisement
Advertisement