For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં પ્રથમવાર કાલથી રમાશે ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ

12:14 PM Jun 21, 2024 IST | admin
ગુજરાતમાં પ્રથમવાર કાલથી રમાશે ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ

દેશભરમાંથી 19 ટીમો ભાગ લેશે, 7 જુલાઇના ફાઇનલ

Advertisement

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે આગામી 22મી જૂનથી 7મી જુલાઈ 2024 દરમિયાન અઈંઋઋની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 19 જેટલી ટીમ ભાગ લેશે. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની ટીમ પણ 2023માં જીએસએફએ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં વિજેતા બનવાની રૂૂએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

દેશના પંદર સ્ટેટ એસોશિયેશન દ્વારા પોતપોતાની ટીમને નોમિનેટ કરાઈ છે, જ્યારે ગત વર્ષની હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપની ચાર સેમી-ફાઈનલિસ્ટ ટીમને (દિલ્હી ફૂટબોલ ક્લબ, મોહંમદન સ્પોર્ટિંગ ક્લબ, મિનરવા એકેડમી એફસી, ઈલેક્ટ્રિક વેંગ ફુટસલ ક્લબ) ડાયરેક્ટ એન્ટ્રી અપાઈ છે. આ ટુર્નામેન્ટ લીગ કમ નોક-આઉટ રાઈન્ડ ફોર્મેટના આધારે રમાશે જેમાં તમામ ચાર ગ્રુપની વિજેતા ટીમો સેમી-ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટૂર્નામેન્ટની બંને સેમી-ફાઈનલની વિજેતા ટીમો આગામી 7મી જુલાઈના રોજ ફાઈનલમાં ટકરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement